દહેગામના કંથારપુર ગામના આર્મી જવાનનું મધ્યપ્રદેશમાં ફરજ દરમ્યાન બીમારીના કારણે અવસાન થયું
ગુજરાત ના ખેડા જિલ્લા ના શહીદ જવાન હરિશસિંહ ની યાદ હજી ભુલાઈ નથી અને લોકો તેનો શોક મનાવી રહયા છે ત્યારે ગુજરાતી ઓ માટે ફરી એક દુખ દ સમાચાર આવ્યા છે જેમા એક ગુજરાતી આર્મી જવાન નુ નીધન થયુ છે. આર્મી જવાનનુ મૂળ વતન ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કંથારપુર છે અને જવાન નુ ફરજ દરમ્યાન ટુંકી બીમારી બાદ નીધન થયુ હતુ.
આ ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર દહેગામ તાલુકાના કંથારપુર ગામના જયદીપ સિંહ રૂપસિંહ સોલંકી ઈન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા હતા. જયદીપસિંહ છેલ્લા ઘણા સમય થી મધ્ય પ્રદેશ ના સાગર જીલ્લા મા લાન્સ નાયક તરીકે ની ફરજ બજાવતા હતા ત્યારે તેવો પોતાની ફરજ દરમ્યાન જ છેલ્લા ચારેક મહિના ના થી બીમાર રહેતા હતા અને કમળો પણ થયો હતો.
જયદીપસિંહ ની પ્રાથમીક સારવાર બાદ તબીયતા સુધારો ન થતા તેવો ને દિલ્હી મા આર્મી હોસ્પીટલ મા ખસેડવામાં આવ્યા હતા જયા દિવસે ને દિવસે તેમની તબીયત વધારે બગડી હતી અને અંતે તેવો જીવન સામે ની લડત હાર્યા હતા અને અકાળે અવસાન થયુ હતુ. આ વાત ની જાણ પરીવાર ને ખબર પડતા પરોવાર પર દુખ નો પહાડ ટુટી પડ્યો હતો જવાન ના પરીવાર મા ત્રણ દિકરીઓ છે જેણે હવે પિતાનીપર છત્રછાયા ગુમાવી હતી.
જયદીપસિંહના અવસાન ની ખબર પડતા ની સાથે જ આખા ગામ મા દુખ ની લાગણી ફેલાઈ હતી. અને ગામ મા શોક નુ મોજુ ફરી વળ્યુ હતુ. ગઈ કાલે જયદીપસિંહનાં પાર્થિવ દેહને વતન કંથારપુર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે લાવવામાં આવ્યો હતો. ત્યારે અન્ય ગામ ના લોકો પણ અંતિમ યાત્રા મા જોડાયા હતા. જયદીપસિંહ ને ગાર્ડ ઓફ ઓનર સાથે સલામી અપાઈ હતી.
