સરપંચના પુત્ર જય ડેર પોતના જ માથે ગોળી ધરબી આપઘાત કરી લીધો ! આપઘાત કરવાનું કારણ….
ગુજરાતમાં આત્મહત્યાના બનાવો દિવસે ને દિવસે સામે આવતા હોય છે પરંતુ હાલમાં જ એક એવી દુઃખદ ઘટના બની છે કે, જામનગર શહેરની નજીક ખીજડીયા બાયપાસ પાસે દ્વારકા જિલ્લાના વિજલપર ગામના સરપંચના પુત્ર જય ડેરનો મૃતદેહ મળી આવ્યો. આ ઘટના અંગે અમે આપને વિગતવાર માહિતી આપીએ કે, આ મોત પાછળનું કારણ શું છે?
પોલીસ તપાસ દ્વારા જાણવા મળ્યું છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના વિંજલપર ગામના સરપંચના પુત્ર જય ડેરનો રહસ્યમય હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જય પોતાની જ કારમાં લમણે ગોળી મારેલી હાલતમાં મળી આવ્યો હતો. કારમાંથી જયના પોતાના પિતાની લાયસન્સ વાળી ગન મળી આવી હતી અને જયે આ જ ગનથી ફાયરિંગ કરી જીવન ટૂંકાવી લીધૂ હતું.
આ ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે, મૃતક યુવાને પોતાના ઘરે લોકરમાં રાખેલ પિતાનું લાઇસન્સ વાળું હથિયાર કાઢી જામનગરની ભાગોળે આવેલ ખીજડીયા બાયપાસ પહોંચ્યો હતો ત્યાં સમરસ હોસ્ટેલ સામેના રોડ પર કારમાં જ લમણે ગોળી મારી આપઘાત કરી લીધો હતો. એકના એક પુત્રના અવિચારી પગલાંને લઈને પરીવાર શોક મગ્ન બની ગયો હતો.
આ દુઃખદ અને ચોંકાવનારી ઘટના અંગે ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઈએ આપેલ નિવેદન પ્રમાણે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, યુવાને પ્રેમ પ્રકરણમાં પોતાના હાથે ગોળી છોડી આપઘાત કરી લીધો હોવાની આશંકા છે. જેથી પોલીસ દ્વારા આપઘાતનું કારણ જાણવા તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે. હાલમાં આ ઘટના અંગે તપાસ ચાલું છે, ત્યારે હવે આ બનાવ અંગે અનેક રહસ્યો પણ ખુલી શકે છે.