Gujarat

જાજરમાન લગ્નમાં વિશ્વનો સૌથી મોટો હાર દંપતીને પહેરાવ્યો! લગ્નમાં ત્રણ વિશ્વ રેકોર્ડ બન્યા…

ખરેખર એ વાત તો સત્ય છે કે, ગુજરાતીઓ કંઈ પણ કાર્ય કરીને પોતાના નામનો ડંકો દુનિયામાં ગુજાવી શકે છે. આ વાત નું જીવતું જાગતું ઉત્તમ ઉદાહરણ એટલે રાજકોટ શહેરના ઉદ્યોગપતિ મૌલેશ પટેલ. જેને પોતાના દીકરા જયના લગ્ન જાજરમાન રીતે ઉજવીને યાદગાર બનાવી દીધા છે. આ લગ્ન ભલે તેમના પરિવાર અને મહેમાનો હ હાજર રહ્યા હોય પરંતુ સોશિયલ મીડિયા માધ્યમથી ગુજરાતની દરેક જનતા આ લગ્નને વર્ચ્યુઅલ રીતે આનંદ લીધો છે.

ખરેખર આ લગ્ન ખૂબ જ ખર્ચ કરવામાં આવ્યો છે પણ કહેવાય ને દીકરાના લગ્નમાં બાપ જો પૈસા ન ઉડાવે તો એ દીકરાના લગ્ન કર્યા કહેવાય? ખરેખર આ લગ્ન રાજસ્થાનને ગુજરાત બનાવી દીધું હશે. ઉમેદ ભવણમાં યોજાયેલ આ લગ્ન અવસરમાં સૌ કોઈ કલાકારો એ પોતાની કળા થી યાદગાર બનાવ્યા હતા. આ લગ્નની આપણે બધી જ વાતો જાણી છે, ત્યારે હવે અમે આપને આ લગ્નની એક મહત્વની વાત વિશે જણાવીશું જેના વિશે ભાગ્યે જ કોઈને ખબર હશે.

હાલમાં જ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, જોધપુર ખાતે થયેલા શાહી લગ્નએ વિશ્વ રેકોર્ડની બનાવીને ગુજરાતનું નામ રોશન કર્યું છે, કહેવાય છે કે આ લગ્નમાં મહેમાન માટે ૬૫ પ્રકારની ચા અને યુગલ માટેનું ૧૨×૧૨×૧૨ ફૂટનું ગિફ્ટએ અગાઉ વિશ્વ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે, ત્યારે કાલે યોજાયેલ લગનમાં વધુ એક રેકોર્ડમાં વધારો થયો છે.આ લગ્નમાં સૌથી વધારે વજનના ફૂલહારનો વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે. આ ફૂલોનો આકર્ષક હાર ૨૧.૩૫ કિલોગ્રામ વજનનો બનેલો હતો. જે અત્યાર સુધીનો વિશ્વનો સૌથી વધારે વજન ધરાવતો લગ્ન માટેનો હાર છે.ખરેખર આ લગ્ન સૌરાષ્ટ્ર પ્રદેશના જાજરમાન લગ્ન છે જે આજ સુધી કોઈ આવી રીતે નહીં કર્યા હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!