ગોંડલ મા રાજકારણ ગરમતા આ ઝાબાજ ઓફિસર ફીલ્ડ પર રહેશે ! જાણો કોણ.. એસ પી.
હાલ ના સમય મા ગુજરાત મા ચારેકોર ચુંટણી નો માહોલ છે જ્યારે પ્રચાર ના પડઘમ તો શાંત પડી ગયા છે પરંતુ ચર્ચા ઓ નો દોર તો ચાલુ જ છે જેમા હાલ સૌથી વધુ ચર્ચાસ્પદ કોઈ બેઠક હોય તો એ બેઠક છે ગોંડલ બેઠક જ્યા બે પક્ષો વચ્ચે શાબ્દીક યુધ્ધ વચ્ચે મામલો ઘણો જ ગંભીર બન્યો છે.
છેલ્લા ઘણા સમય થી બે જુઓ જેમા અનીરુધધસિંહ જાડેજા જુથ અને જયરાજસિંહ વચ્ચે તકરારો સામે આવી રહી છે. ભાજપ પક્ષ માથી કોણ ચુંટણી લડશે તે ચર્ચા ઘણી ચાલી હતી જ્યારે ભાજપે ગીતાબા જાડેજા ને ટીકીટ આપી રીપીટ કર્યા હતા જ્યારે ચુંટણી શાંતિ થી પતી જાય અને કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે રિઝર્વ ફોર્સ પણ ગોંડલ અને સંવેદનશીલ બુથો ખાતે મુકાઈ છે. ગોંડલ વિધાનસભા બેઠક પ્રથમથી જ અતિ સંવેદનશીલ બેઠકોમાંની એક છે.
જ્યારે ફરી છેલ્લા બે દિવસ થી આ બેઠક પર મામલો ઘણો ગરમાયો છે જેમા બન્ને પક્ષો વારા ફરતી એક બીજા પર આક્ષેપો કરતા જોવા મળી રહ્યા છે અને તેના વિડીઓ હાલ જેના કારણે વિશેષ પોલીસ સ્ટાફ આ બેઠક માટે ફાળવાયો છે. એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો સહિતની તમામ વિશેષ બ્રાન્ચના અધિકારીઓ, કર્મચારીઓએ પણ ગોંડલમાં જ ધામા નાખ્યા છે વાતાવરણ બગાડનાર સામે તત્કાલ એક્શન લેવાશે. ખૂબ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ પણ ગોંડલ મત વિસ્તારમાં જ ખડેપગે ફીલ્ડમાં રહેશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.