લક્ઝૂરિયસ કાર ના શોખીન જેઠાલાલે આ નવી કાર ખરીદી ! જુવો ફોટોસ
ફેમસ ટીવી સીરીયલ તારક મહેતા ક ઉલટા ચશ્માં સીરીયલ વિષે તો આપ સૌ જાણો છો, આખા દેશની લોકપ્રિય સીરીયલ તરીકે ઓળખાય છે, તેના પાત્રો પણ ખુબજ હાસ્યપ્રદ છે. તેમાં મુખ્ય પાત્ર ભજવનાર જેઠાલાલ સૌ લોકો ને સૌથી પ્રિય પાત્ર છે, તેમનું ખરું રીયલ નામ દિલીપ જોશી છે.
દિલીપ જોશી ની વાત કરીએ તો દિવાળી ના તહેવાર પર તેમણે દિવાળી ના દિવસે બ્લેક રંગની ક્રિઆ સોનેટ સબકોમેક્ટ SUV (સ્પોર્ટ યુટીલીટી વ્હીકલ) કાર ખરીદી છે. આ કારની કિંમત અંદાજે ૧૨-૧૩ લાખની કિંમત હોવાનું જાણવા મળેલ છે.
દિલીપ જોશી ના કાર કલેક્શન ની વાત કરીએ તો આ નવી કાર પહેલા તેમની પાસે બે કાર હતી, જેમાં એક ઈનોવા અને બીજી ઓડી Q7 કાર છે. અને હાલ કુલ ક્રિઆ સોનેટ સબકોમેક્ટ SUV (સ્પોર્ટ યુટીલીટી વ્હીકલ) એમ મળી હવે તેમની પાસે કુલ ત્રણ કર છે.
દિલીપ જોશી ના કરિયર ની વાત કરીએ તો તેમણે એક ઈન્ટરવ્યું માં જણાવેલ કે તેમણે તેમના કરિયર કમર્શિયલ સ્ટેજમાં બેકસ્ટેજ આર્ટિસ્ટ તરીકે ની શરૂઆત ૫૦ રૂપિયા ના કામ થી કરેલ હતી. ત્યારબાદ દિલીપ જોશીએ ખુબજ મહેનત થી આગળ વધ્યા હતા, અને વર્ષ-૨૦૦૮ માં દિલીપ જોશી ને તારક મહેતા ક ઉલટા ચશ્માં માં જેઠાલાલ નો રોલ મળ્યા બાદ તેના સિતારા ચમકી ઉઠ્યા અને તે લોકોમાં ખુબજ લોકપ્રિય બની ગયા.
દિલીપ જોશી ની ઇન્કમ ની વાત કરીએ તો તેઓ દર મહીને ૩ લાખ રૂપિયા કમાય છે, અને તારક મહેતા ક ઉલટા ચશ્માં ના એક એપિસોડ ના તેઓ ૧.૨૦ લાખ રૂપિયા લે છે, તેવું જાણવા મળેલ છે.