Entertainment

દિલીપજોષીના દિકરીના લગ્નના દાંડીયા રાસનો વિડીઓ સામે આવ્યો જુવો જેઠાલાલ કેવા જુમ્યા દાંડીએ…

હાલમાં જ આપણે સૌ કોઈ જાણીએ છે કે, જેઠાલાલની દીકરીના લગ્ન ખૂબ જ ધામધૂમ પૂર્વક યોજાયેલ અને આ લગ્નની તસ્વીરો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયેલ, ત્યારે હાલમાં જ સોશિયલ મીડિયામાં જેઠાલાલ ની દીકરી નાં લગ્નની સંગીત સંધ્યાનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો કે, શું ખરેખર જેટલા રિલ લાઈફમાં જેઠાલાલ છે, એવા જ રીઅલ લાઈફમાં પણ એવા જ છે.

આ વીડિયોમાં તમે જોશો કે કંઈ રીતે જેઠાલાલ સંગીતના ધૂન સાથે તાલ મિલાવીને તેમના કોઈ સ્વજન સાથે ઢોલના તાલે ઝૂમી રહ્યા છે. ખરેખર આ કોઈ સામાન્ય વાત નથી કારણ કે, તેમનો આ અંદાજ તેમના ચાહકો ને ખૂબ જ પસંદ આવ્યો છે. આમ પણ કહેવાય છે ને કે, દરેક કલાકાર ની વેદનાઓ આપણા જેવી જ હોય છે, જેમાં કોઈ ભેદભાવ જોવા નથી મળતો, ત્યારે આ જોઈને તમને લાગશે કે, એક દીકરીના લગ્નનો હરખ તેમને કેવો છે.

આ વીડિયોમાં તમે એ પણ જોશો કે કંઈ રીતે જેઠાલાલ હું તારો મેરુ ને તું મારી માલણ સોંગ પોતાના કંઠે ગાયને ધૂમ મચાવી દીધી અને આ સાથે જ લોકો પણ તેમની સાથો સાથ મોજમાં જ આવી ગયા હતા. આ લગ્નની સંગીત સંધ્યાનો વીડિયો હાલમાં ખૂબ જ વાયરલ થયો છે અને દિલીપ જોશીનો આવો નિખાલસપૂર્ણ અને નિર્મળ સ્વભાવ તેમજ તેમનું આ હાસ્યભાવ જોઈને સૌ કોઈ તેમાનાં થી ખુશ થઈ ગયા છે. જ્યારે તમે પણ આ વીડિયો જોશો ત્યારે તમને પણ આપો આપ ખુશી અનુભવાશે.

દિલીપ જોશી એ લગ્ન પૂર્ણ થયા પછી પણ તેમની દિકરી અને જમાઈને શુભેચ્છા પાઠવવા ની સાથો સાથ જે તસ્વીરો અપલોડ કરી હતી એમા આપણે જેઠાલાલને જોઈને કોઈ ન કહી શકે આ એજ જેઠાલાલ છે, જે આપણને સૌ ને રોજ હંસાવે છે.ખરેખર આ તસ્વીરો પણ એટલી જ ભાવુક હતી,જેમાં બાપ દીકરી નો પ્રેમ, લાગણીઓ આપણેને સૌને નયનમાં સ્પર્શી ગઈ હતી. હાલમાં તો આ લગ્ન જ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!