બાળકે રમત રમત મા ટ્રેકટર ચાલુ કર્યુ અને પછી ટ્રેકટર કુવા મા ખાબક્યુ ! માસુમ નો જીવ વયો ગયો…
દરેક માતાપિતાઓ માટે ચેતવણીરૂપ સમાન કિસ્સો સામે આવ્યો છે. હાલમાં જ્યારે બાળકોનું વેકશન પડી ગયું છે ત્યારે બાળકો મોજમાં આવીને ગમે ત્યાં એકલા રમવા ચાલ્યા જતા હોય છે, ક્યારે રમત રમતમાં બાળકો પોતાનો જીવ જોખમમાં મૂકી દે છે. હાલમાં જ એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં જેતપુરના આરબ ટીંબડી ગામની સીમ વિસ્તારમાં રમતા રમતા ટ્રક્ટરમાં સેલ્ફ મારી દેતા 4 વર્ષનો બાળક ટ્રેક્ટર સાથે 70 ફૂટ ઉંડા કૂવામાં પડી ગયેલ.
ચાલો અમે આપને આ ઘટના વિશે વધારે માહિતગાર કરીએ કે, આખરે આ ઘટના કંઈ રીતે બની છે. ટીંબડી ગામની સીમ વિસ્તારમાં આવેલી શંભુભાઈ રાઘવભાઈ રાબડીયાની વાડીમાં મજૂરી કામ કરતા એમપીના મજૂર લક્ષમણભાઈ બારેનાનો પુત્ર દિપક બારેલા નામનો ચાર વર્ષનો બાળક રમી રહ્યો હતો.
અને ત્યારે જ રમતા રમતા ત્યાં પડેલ ટ્રેકટરમાં બેસીને સેલ્ફ મારી દેતા ટ્રેક્ટર ચાલવા માંડ્યુ હતું અને અચાનક ત્રણ ટ્રેકટર સાથે બાળક 70 ફૂટ ઉંડા કૂવામાં પડી ગયેલા.આ ઘટનાની જાણ થતા જ તાત્કાલિક લોકો ઉમટી પડ્યા હતા.મામલતદાર અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અન તાત્કાલીક ક્રેન સહિતના જરૂરી સાધનો મંગાવી ફાયર સહિતની ટીમે રેસ્ક્યૂ રાત્રે 11:30 કલાકે ટ્રેકટરને બહાર કાઢવામાં સફળતા મળી હતી.
અથાગ પ્રયત્ન પછી બાળકને રાત્રિના 11:55 વાગ્યે બહાર કાઢ્યો હતો. ત્યાર બાદ માસૂમ બાળકના મૃતદેહને પીએમ અર્થે જેતપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ખરેખર આ ઘટના અતિશય દુઃખદાયક અને ચેતવણીરૂપ સમાન છે. બાળકોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, આવા કિસ્સાઓ અનેકવાર સામેં આવ્યા છે, જેમાં બાળકો પોતાનો જીવ ગુમાવી દે છે.