જેતપુરમાં આહીર યુવકને સરેઆમ આપવામાં આવ્યું કરુંણ મૌત ! છકડો રીક્ષા રીપેરીંગ કરાવી રહ્યો હતો ત્યાં તો…
ગુજરાત રાજ્યમાં જો વાત કરવામાં આવે તો દિવસેને દિવસે હત્યા અને આત્મહત્યાના બનાવોનો દર વધતો જ જઈ રહ્યો છે, એવામાં જો વાત કરવામાં આવે તો છેલ્લા બે મહિનાથી રાજ્યના જેતપુરમાં હત્યાના બનાવોનો આંકડાએ ઉછાળો માર્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ફક્ત બે મહિનાની અંદર જેતપુરમાંથી હત્યાના પાંચ બનાવો સામે આવ્યા હતા. પેહલા તો સાવ નજીવી બાબતે મારપીટ અને પછી આ મારીપીટ હત્યા સુધી પણ પોહચી જતી હોય છે. હત્યાની અનેક ઘટનાઓ સામે આવતા શહેરમાં ભારે અરેરાટી ફેલાય ચુકી છે.
આ જ શહેરમાં હાલ વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં છકડા રીક્ષા ચાલક રબારી યુવકને ધોળા દિવસે છરીના ઘા ઝીકીને મૌતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે શહેરમાં આવેલ રામૈયા હનુમાનજી મંદિર નજીકથી આ ઘટના સામે આવી હતી જ્યા છકડો રીક્ષા ચલાવનાર દેવાભાઇ સીડાભાઈ રાઠોડ(ઉ.વ.45) પોતાની છકડો રીક્ષા રબારીકા રોડ પર આવેલ વેલ્ડિંગની દુકાન પર મરામત કરાવી રહ્યા હતા ત્યારે બાઈક પર આવેલા અજાણ્યા શખ્સોએ ઉતરીને સીધો દેવભાઈ પર છરી લઈને તૂટી પડ્યા હતા.
દેવાભાઇ કઈ સમજે તેની પેહલા તો આ અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ છરીના ઘા ઝીકી દેવાભાઇનું ઢીમ ઢાળી દીધું હતું. સ્થાનિકોએ હત્યારાઓને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ આવે તેની પેહલા તો હત્યારાઓએ દેવાભાઇને છરીના અનેક ઘા ઝીકીને બાળકોને લઈને ફરાર થયા હતા. આ પૂરો ઘટનાક્રમ દુકાનના સીસીટીવીમાં કેદ થઇ ચુક્યો હતો. ધોળા દિવસે હત્યાની આવી ઘટના બનતા સ્થાનિકોમાં પણ હાહાકાર મચી ગયો હતો.
ઘટનાની જાણ થતાની સાથે જ ફક્ત ગણતરીના સમયમાં સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને કબ્જે કરીને તપાસ હાથ ધરી હતી.પોલીસે મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને હત્યાની આ ઘટના અંગે પુછપરછ કરી હતી અને આ આજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.