Entertainment

ગુજરાતી લોકપ્રિય સિંગર જીગરદાન ગઢવીને કરી સગાઈ, જીવનની શરૂઆત કોઈ સિંગર કે અભીનેત્રી સાથે નહી પણ..

હાલમાં લગ્નની સિઝન અંત થવાને આરે છે, ત્યારે સૌ કોઈ પોતાના જીવનની શરૂઆત કરી રહ્યા છે, ત્યારે હાલમાં જ ગુજરાતી સિંગરએ પણ પોતાના જીવનની નવી શરૂઆત કરી છે. આ સિંગર એટલે જીગર દાન ગઢવી જેને વ્હાલમ આવો સોંગ દ્વારા ગુજરાતીઓનું દિલ જીતી લીધું હતું. એ જીગરદાન ગઢવીએ સગાઈ કરી લીધી છે. આજરોજ તેમના પરિવારજનો અને ગુજરાતી કલાકારો ની હાજરીમાં ધામધૂમ થી યતિ ઉપાધ્યાય સાથે સગાઈ કરી હતી. ત્યારે ચાલો અમે આપને જણાવીએ કે આખરે આ યતિ કોણ છે.

જીગરદાન ગઢવીએ પોતાની પ્રેમિકા યતિ ઉપાધ્યાય સાથે આજ રોજ સગાઈ કરી છે, ત્યારે હાલમાં જીગરદાન ગઢવીનાં ચાહકોમાં ખુશીઓનો માહોલ જોવા મળ્યો છે. ખરેખર જીગરદાન ગઢવી અને યતિ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. જ્યારે જીગરદાન ગઢવીની સગાઈ છે, ત્યારે એના બે દિવસ પહેલા જ તેમણે મિલનની વેળા સોંગ રિલીઝ કરેલું જેમાં યતિ અને જીગરદાન જોવા મળેલ અને આખરે આ સોંગના શબ્દોની જેમ આજે યતીનાં જીવનમાં જીગરદાનરૂપી વ્હાલમ નું આગમન થઈ ગયું છે.હાલમાં ગુજરાતી સંગીત મયની દુનિયામાં આ આલીશાન સગાઈની ખૂબ જ ચર્ચા થઈ રહી છે, કારણ કે જીગર અને યતીની પ્રેમ કહાની ખૂબ જ ચર્ચામાં આવી હતી.

ત્યારે ચાલો અમે આપને જણાવીએ કે આખરે જીગર અને યટીનું મિલન કેમ થયું. આપણે જાણીએ છે કે,જીગરદાને હાલમાં જ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોતાની ગર્લફ્રેન્ડ યતી ઉપાધ્યાય સાથેની તસવીર શેર કરી હતી. આ બંનેની જોડી પર ફેન્સ અને ફોલોઅર્સે ખૂબ પ્રેમ વરસાવ્યો હતો. યતી સાથેની તસવીર શેર કરતાં જીગરદાને લખ્યું, “આ રહી તે યતી ઉપાધ્ય. હું આ છોકરીને પાગલની જેમ પ્રેમ કરું છું. પ્લીઝ પ્રાર્થના કરજો કે અમે જલદી મળી શકીએ.”યતીએ પણ જીગરદાન સાથેની એક સુંદર તસવીર શેર કરતાં લખ્યું હતું, “હું આ બધી જ યાદો તારી સાથે ફરી જીવવા માગુ છું.”

યતી સાથે પહેલી મુલાકાત ક્યારે થઈ એ વિશે વાત કરતાં જીગરદાને જણાવ્યું, “2019ના ઓક્ટોબર મહિનામાં એડિલેડમાં મારા શો હતા. એ વખતે મારી મુલાકાત યતી સાથે થઈ હતી. યતી આ શોને હોસ્ટ કરી રહી હતી. મેં તેને પહેલીવાર જોઈ અને અમારી આ મુલાકાત ખૂબ જ ફોર્મલ હતી. ત્યારબાદ એડિલેડમાં જ એક ગેટ-ટુ-ગેધરમાં ફરી અમારી મુલાકાત થઈ. હું ત્યાં થોડા દિવસ રહ્યો હતો. એ વખતે અમે નંબર એક્સચેન્જ કર્યા અને એકબીજા સાથે વાતો કરવાની શરૂઆત કરી. એકબીજાને ડેટ કરવા લાગ્યા.આખરે મેલબર્ન પ્રપોઝ કરી હતી.

બાદમાં તેના ઘરેબંનેના પેરેન્ટ્સ સાથે અમારી રિલેશનશીપ વિશે વાત કરી હતી. અમારા પેરેન્ટ્સને સંબંધ સામે કંઈ જ વાંધો નહોતો અને બંને સાથે જીવન વિતાવવાનું નક્કી કર્યું.. જણાવી દઈએ કે, યતી ઓસ્ટ્રેલિયાની નાગરિક છે. મતલબ કે જીગર અને યતી બે અલગ દેશોમાં રહે છે, પણ હવે તો યતી ગુજરાતી જ બની ગઈ કારણ કે જીગરદાનની જીવન સંગીની બની ગઈ છે. હાલમાં આ બંનેનાં ચાહકોમાં ખુશીઓનો માહોલ છે જેમ કેટરીના અને વિકિના લગ્નનો માહોલ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!