હવે જીગ્નેશ કવિરાજ પણ પહોંચ્યા દુબઈ! જુવો આવી રીતે એન્જોય કરી રહયા છે પ્રવાસ
હાલમાં જોઈને એવું લાગી રહ્યું છે કે, દુબઇ જાણે મીની ગુજરાત બની ગયું છે. ખરેખર આ વાત તદ્દન સાચી છે, કારણ કે, હાલમાં જ્યાં જુઓ ત્યાં સોશિયલ મીડિયાં માત્રને માત્ર ગુજરાતી કલાકારોના વિદેશ પ્રવાસની જ ચર્ચાઓ થઈ રહી છે. કહેવાય છે કે બોલીવુડના કલાકારો મુખ્ય એક જ જગ્યા એ ફરવા જવાનું પસંદ કરે છે, ત્યારે હાલમાં ગુજરાતી કલાકારોમાં જીગ્નેશ કવિરાજ પણ દુબઈના પ્રવાસે ગયા છે. ત્યારે ખરેખર આ વાત હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચાનો વિષય બની છે.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગુજરાત કલાકારોમાં અલ્પાબેન પટેલ હનીમૂનમાં ગયા છે, ત્યાર પછી અનેક કલાકારો પણ વિદેશના પ્રવાસ પર ગયા છે, જેમાં કિંજલ દવે, પવન જોશી અને ઉર્વશી રાદડિયા, ગમન સાથલ તેમજ હવે જીગ્નેશ કવિરાજ પણ દુબઈના પ્રવાસે ગયેલ છે. ત્યારે હાલમાં જ્યાં જુઓ ત્યાં સોશિયલ મીડિયામાં જીગ્નેશ કવિરાજનાં દુબઈના પ્રવાસની તસ્વીરો વાયરલ થઈ રહી છે.
હાલમાં જ હજુ તો જીગ્નેશ કવિરાજ આલીશાન કિંમતી કાર લીધી હતી અને ત્યારબાદ તેમણે હાલમાં જ દુબઈના પ્રવાસમાં ગયેલ જ્યાં એમને ખૂબ જ શાનદાર તસ્વીરો શેર કરી છે, જેમાં તેમણે દુબઇનાં અનેક પ્રકારનાં પ્રખ્યાત સ્થાનોની મુલાકાત લઈને તેમની સાથેની તસ્વીરો ક્લિક કરાવીને આ ફોટોઝ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. આ તસવીરોમાં સૌ કોઈ કોમેન્ટ કરીને જીગ્નેશ કવિરાજના વખાણ કરી રહ્યા છે.
દુબઈની આ તમામ તસ્વીરોમાં જીગ્નેશ કવિરાજનો એક અલગ જ પ્રકારનો લુક જોવા મળ્યો છે. તેમની સાથે તેમના સાથીદારો પણ છે અને હાલમાં તેઓ દુબઇ ની આ ટ્રીપને માણી રહ્યા છે.ખરેખર આ તસ્વીરો જોઈને એ કહી શકાય કે અન્ય કલાકારોની જેમ જીગ્નેશ કવિરાજ પણ દુબઈનો શાનદાર પ્રવાસ માણી રહ્યા છે. ખરેખર તમે પણ જ્યારે જીગ્નેશ કવિરાજની આ દુબઈની તસ્વીરો જોશો તો અવશ્ય કોમેન્ટ કરીને વખાણ કરશો.