Gujarat

કોણ છે આ ભાભા જે પોતાના હાથેથી મગરને ખોરાક ખવડાવી રહ્યા છે ? વિડીયો જોઈ તમે પણ બોલી ઉઠશો “જય માં ખોડિયાર…

જયારે પણ આપણે ખતરનાક પ્રાણીઓ વિશે વાત કરવામાં આવે તો આપણા મનમાં સૌ પ્રથમ વાઘ, સિંહ દીપડા તથા મગર જેવા ખતરનાકમાં ખતરનાક પ્રાણીઓ જ મનમાં આવતા હોય છે,એવામાં આ તમામમાં ખતરનાક પ્રાણીઓમાંનો એક પ્રાણી એટલે મગર કારણ કે મગર એક એવું પ્રાણી છે જળમાં પણ રહી શકે છે અને જમીન પર પણ રહી શકે છે,એવામાં જયારે પણ મગર દેખાય તો લોકોની પણ બૂમો જ ફાટી જતી હોય છે.

પરંતુ હાલના સમયમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે એક દાદા મગરને વગર કોઈ ડરે કે વગર કોઈ ચિંતાએ ગાંઠિયા ખવડાવી રહ્યા છે, આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો દ્વારા પણ ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે, વિડીયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝરો પણ કમેન્ટમાં “જય ખોડિયાર માં’ લખી રહયા છે કારણ કે તમને ખબર જ હશે કે મગર પર માં ખોડિયાર બિરાજમાન હોય છે.

એવામાં આ વિડીયોએ સૌ કોઈને હલાવી દીધા હતા તો મિત્રો તમને આ વિડીયો વિશે જણાવીએ તો આ વીડિયોમાં દેખાતા આ દાદા બીજું કોઈ નહીં પરંતુ જીવા ભગત છે જે છેલ્લા ઘણા સમયથી નદીની માછલીઓને ખોરાક ખવડાવે છે એવામાં ત્યાં એક મગર પણ આવે છે તેને પણ જીવાભગત રોજ ગાઠીયાનો ખોરાક આપે છે, આથી જ હાલ જીવાભગત તથા આ મગર વચ્ચે એવી મિત્રતાનો સબંધ બંધાય ગયો છે કે જીવાભગતના એક અવાજ પર મગર ક્યાંય પણ જગ્યાએ હોય તે નદી કિનારે આવી જાય છે.

જે બાદ જીવાભગત તેને ખોરાક આપે છે, આ વિડીયો વિશે vtv ગુજરાતીના એહવાલ મુજબ જાણવા મળેલ છે કે વાયરલ થઇ રહેલો આ વિડીયો એક વર્ષ જૂનો છે જે હાલ ખુબ વાયરલ થઇ રહ્યું છે, એટલું જ નહીં એમ પણ જાણવા મળ્યું છે કે જીવાભગતે આ મગરનું નામ શીતલ રાખી દીધું છે. વાયરલ આ વિડીયો વેરાવળના નજીકના સરવી ગામ પાસે આવેલ મંદિરનો વિડીયો હોવાની જાણ થઇ છે.

 

View this post on Instagram

 

A post shared by Gaman Santhal (@gamansanthalll.72)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!