ગુજરાતમાં સૌથી વધુ પેન્શન મેળવતા 105 વર્ષના જીવીમાનું થયું નિધન! વિરાસ્તમાં મુક્તા ગયા આ વસ્તુઓ…
ભાસ્કર વિશેષ:સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ પેન્શન મેળવતા ગઢોડા ગામના 105 વર્ષીય જીવીબા નાયીનું નિધન
કુદરતના દ્વારે કોઈ નું નથી ચાલતું! ક્યારે ભગવાન જીવ લઈ લે, તેનું કંઈ કહી ન શકાય. આમ પણ હાલમાં આપણે આ સમયમાં અનેક લોકોને ગુમાવ્યા છે, ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે હજુ તો કાલે રાત્રે જ ટેલિવુડના અભિનેતા નું દુઃખ નિધન થયું હતું અને આ સમયે ગુજરાતમાં એક એવા માજીનું અવસાન થયું જેમની ઉંમર 105 વર્ષની હતી અને તેઓ સૌથી વધારે પેન્શન મેળવનાર વ્યક્તિ હતા.
આમ પણ કહેવાય છે ને કે, જેમ અહીંયા સારા માણસોની જરૂરત છે, એવી જ રીતે ઈશ્વરના દ્વારે પણ લોકોની જરૂર હોય છે. આજે સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,હિંમતનગરના ગઢોડાના 105 વર્ષના જીવીબાનું શુક્રવારે નિધન થયું. તેમના સદગતના સ્વ.પતિ શિક્ષક હોવાના નાતે તેઓ સરકારી પેન્શન મેળવતા હતા.
તમને એ જાણીને નવાઈ લાગશે કે આ ગામમાં એટલે કે, સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ પેન્શન મેળવતા જિલ્લાના પ્રથમ મહિલાનું બિરુદ તેમના નામે બોલાય છે.. સ્વ. પુત્ર,પુત્રી,પૌત્ર, સહિત 55 સભ્યોનો પરિવાર છે. આમ જોઈએ તો આધારકાર્ડ પ્રમાણે વૃદ્ધાની ઉંમર 98 વર્ષ થાય છે.
તેમના પતિ જૂના જમાનાના શિક્ષણના એક અલગજ વિભૂતિ કહી શકાય એવા ઉત્તમ શિક્ષક હતા. આને નિયમિત વરસોથી યોગ અને યોગવિદ્યાના પારંગત હતા.જીવીબા પણ આટલી મોટી ઉંમર હોવા છતાં શ્વેત હતા,દાંત પણ નવા આવ્યા હતા અને આંખોમાં નંબર પણ ન હતા. દૂરથી પણ માણસને ઓળખી શકતા હતા. અંગ્રેજ સરકારની જો હુકમીની વાતો તેઓ કહેતાને એ જમાનાને યાદ કરી આજના આ યુગની વાતો કરતાં તેઓ ઘણો ફેરફાર ગણાવતા હતા પરતું આજે તેમનો જીવ બ્રહ્મલિન થઈ ગયો.