Gujarat

જુનાગઢ ની રડાવી દે તેવી ઘટના ! રમતા રમતા ભાઇ બેન બન્ને કુવા મા પડ્યા અને માતા ને ખબર પડતા બચાવવા માતા પણ કુદી અને અંતે જે થયું…

ક્યારે કઈ દુઃખદ ઘટના બની જાય તેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. કહેવાય છે ને કે નાના બાળકોની ખૂબ જ તકેદારી રાખવી જોઈએ કારણ કે, અનેકવાર આપણને એવા કિસ્સાઓ સાંભળવા મળતા હોય છે કે, બાળકો રમતા રમતા મોતના મુખમાં ધકેલાય જાય છે.હાલમાં જ જુનાગઢમાં રડાવી દે તેવી ઘટના બની છે ! રમતા રમતા ભાઇ બેન બન્ને કુવા મા પડ્યા અને માતા ને ખબર પડતા બચાવવા માતા પણ કુદી અને અંતે જે થયું એ જાણીને તમારું હૈયું કંપી જશે.

જૂનાગઢ શહેરની ભાગોળે ગ્રોફેડ વિસ્તારમાં આવેલા એક કુવા પાસે 3 અને 4 વર્ષનાં ભાઇ બહેન રમતાં રમતાં કુવામાં પડી ગયા હતા. આ દુઃખદ ઘટબ અંગે જાણ થતાં જ માતા એ પોતાના જીવની પરવહા કર્યા વગર જ તાત્કાલિક બંનેને બચાવવા કુવામાં ઝંપલાવ્યું હતું.  આદુઃખદ ઘટના દરમીયાન ભગવાન સમાન એક નીરણ ભરીને નીકળેલા ઉંટગાડીવાળાએ પણ ત્રણેયને બચાવવા કુવામાં ઠેકડો મારી માતા અને બંને સંતાનોને બહાર કાઢ્યા હતા. જેમાં માતા બચી ગઇ હતી.

આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ તો, જૂનાગઢના ગાંધીગ્રામ સંજય નગરમાં કુંવર તળાવ પાસે રહેતા કલાભાઇ સીદીભાઇ રાડાનો પુત્ર અભય (ઉ. 4) અને પુત્રી રાધીકા (ઉ. 3) ગઇકાલ તા. 23 ના રોજ સવારે 11:30 વાગ્યાના અરસામાં ઘર પાસે આવેલા સરકારી કુવા નજીક રમતા હતા. એ વખતે તેઓ કુવામાં પડી જતાં તેમની માતા કવિબેને જોઇ લીધા હતા.

આથી બંનેને બચાવવા તેમણે પણ કુવામાં ઝંપલાવ્યું હતું. એજ વખતે દેવાભાઇ નામની વ્યક્તિ ત્યાંથી ઉંટગાડીમાં નીરણ ભરીને પસાર થતા હતા તેમને ત્રણેયને બચાવી લીધા પરતું બંને બાળકોનું મોત નીપજ્યું હતું.અભય અને રાધીકાના પિતા કલાભાઇ પ્રોહીબીશનના ગુના હેઠળ જ્યુડીશીયલ કસ્ટડીમાં જેલ હવાલે હતા. પણ બંને સંતાનોના મોતની ખબર પડતાં તેમણે જામીન અરજી કરતાં તેમને મુક્ત કરાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!