જુનાગઢ : જન્મ દિવસના દિવસે જ યુવાનને કાળ આંબી ગયો ! જૈન પરીવારના એક ના એક દીકરા નુ…
હાલ ના સમય મા અકસ્માત ની ઘટના મા સતત વધારો થઇ રહ્યો છે. ગુજરાત મા રોજ ક્યાંક ને ક્યાંક અકસ્માત ની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે હાલ જ જુનાગઢ માથી એક ખુબ જ દુખદ ઘટના સામે આવી છે જેમા બુલેટ પર જતા ત્રણ મિત્રો ને બોલેરો પિક અપ વાળા એ અડફેટે લેતા એક યુવાન નુ કમકમાટીભર્યુ મોત થતા સમગ્ર વિસ્તાર મા અરેરાટી મચી ગઈ હતી.
ઘટના અંગે વિગતવાર વાત કરવા મા આવે તો માળીયાહાટીના ના વણિક અવનીશકુમાર મગનલાલ કોઠારી ના પુત્ર જેનીશ નો ગઈ કાલે જન્મ દિવસ હતો. જન્મ દિવસ ની ઉજવણી માટે જેનીશ ગઈ કાલે રાત્રે ગડુ શેરબાગ ખાતે હોટેલમાં મિત્રોને લઇને ટુ વ્હીલ બુલેટ લઈને જમવા ગયા હતા જ્યારે મિત્રો સાથે પરત ફરતી વખતે ત્યારે ભંડુરી ગામ પાસે પાછળથી પુર ઝડપે આવતા એક બોલેરો જેવા વાહને જોરદાર ટક્કર મારતાં બુલેટ ફગી ગયું હતું.
આ ઘટના મા જેનીશ ને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ભાથા ના ભાગે હેમરેજ થઈ ગયું હતુ. જ્યારે ગટના બાદ જેનીશ ને સ્થાનિક લોકો દ્વારા માળીયા સરકારી દવાખાનાને લઇ ગયા હતા ત્યાંથી વધુ સારવાર માટે કેશોદ દવાખાને લઇ જતા માર્ગમાં જ જેનીશનું મૃત્યુ થયું હતું. આ ઘટના મા જેનીશ બુલેટ ના પાછળ ના ભાગે બેઠો હતો જ્યારે સાથી મિત્રો નો ચમત્કારિક બચાવ થયો હતો.
જેનીશ પોતાના ગામ મા સેવાભાવી યુવાન તરીકે જાણીતો હતો સેવા ના કામ મા અગ્રેસર રહેનાર જેનીશ તેના માતા પિતા નો એક નો એક દીકરો હતો જયારે અચાનક જ અકસ્માત મા મોત થતા સમગ્ર જૈન પરીવાર મા અને સમગ્ર ગામ મા અરેરાટી મચી જવા પામી હતી.