જૂનાગઢના Dysp પ્રદીપ સિંહ જાડેજા એક દીકરીનાં ઘરને તૂટતા બચાવ્યું ! દીકરીના પિતા આભાર વ્યક્ત કર્યો તો કહ્યું કે, અમને અમારા હકનું…
પોલીસ એટલે જનક સેવક! આપમે પોલીસનું નામ સાંભળતાની સાથે જ ડર અનુભવીએ છીએ પરંતુ ખરેખર પોલીસ તો આપણી સુરક્ષા માટે હોય છે. આજે અમે આપને એક એવો જ હદયસ્પર્શી કિસ્સો જણાવીશુ. આ ઘટના બની છે, જુનાગઢ શહેરની છે. Duel પ્રદિપ સિંહ જાડેજાની કામગીરી એ સૌ કોઈનું હદય જીતી લીધું. હાલમાં જ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને ગૃહમંત્રીના હસ્તે એક્સલન્સ ઇન ઇન્વેસ્ટિગેશન મેડલ એનાયત કરવામાં આવ્યો.
-હાલમાં જ ઘટના એવી બની હતી કે, જુનાગઢના કાડિયાવાડ માં રહેતા સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયેલ વૃદ્ધ પિતાની દીકરી અને વકીલ સાથે જુનાગઢ ડિવિઝનના ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને પાસે ગયેલ હતા અને ફરિયાદ કહેલ કે તેમની દીકરીને સાસરિયાવાળા હેરાન કરી રહ્યા છે અને એક વર્ષથી દીકરી પિયર લાવ્યા છે હજુ તેડવા આવ્યા નથી. પહેરેલા કપડે કાઢી મુકી હતી. હવે અમે દીકરીને મોકલી શકીએ તેમ નથી. તેનું સ્ત્રીધન, ખર્ચ વગેરે પાછું આપવાનું કહ્યું પરંતુ અપશબ્દો બોલ્યા હતા.
આ વાત સાંભળીને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા બંને પરિવારને સમજાવટથી બાળકોનો કિંમતી સમય બગાડ્યા કરતાં હાલ જ સુખેથી છુટા પડે તે વધુ જરૂરી હોવાનું સમજાવ્યું. ખરેખર આ જ કારણે એક ઘર તૂટતા બચ્યું હતું.બંને પરિવારોને સમજ પડી કે રૂપિયા કરતા બંને સંતાનોની જીંદગીની કિંમત વધુ છે. આજ કારણે બંને પરિવાર હળીમળી ગયા હતા. આ સરહાનીય કામગીરી જાડેજા સાહેબ જ કરી હતી જેથી કરીને દીકરીના પિતા એ આભાર વ્યક્ત કરેલ.
એવો સમય આવી ગયો હતો કે છૂટાછેડા આપવા બાબતે બંને પક્ષો તૈયાર થયા અને રાજીખુશીથી છૂટા પડ્યા હતા જાડેજા સાહેબ જે સમજણ આપીએ તેના થીબંને દિકરા દીકરી એક બીજાના જીવનમાં સુખી રહે તેવા આશિષ આપ્યા હતા. આ દરમિયાન જ્યારે પરિવારે તેમને કહ્યું કે જુનાગઢ પોલીસની મદદથી પોતાને પોતાના હકનું મળ્યું તમારો આભાર છે ત્યારે ડીવાયએસપીએ કહ્યું તમારી દીકરી સુખી થાય એટલે ઉપરવાળો અમને અમારા હકનું આપી દેશે.