Gujarat

જૂનાગઢના સુપ્રસિદ્ધ સંત શ્રી કાશ્મીરીબાપુ મહાસમાધિમાં લીન થયા 🙏🏻

આજે તો ગરવો ગઢ ગિરનાર એ શોકમગ્ન બની ગયો છે, કારણ કે આજરોજ ગિરનારને પોતાની તપોભૂમિ બનાવનાર મહાન સંત પરમ પૂજ્ય શ્રી કાશ્મીરી બાપુ આજ બ્રહ્મલિન થઈ ગયા છે. તેમના ચાલ્યા જવાથી આજ જૂનાગઢ શહેર શોકમગ્ન બની ગયું ચેઝ તેમની વિદાય થી ગિરનાર ને ખોટ સાલશે તે કોઈ પુરી કરી શકે તેમ નથી. પોતાનું જીવન સદાય લોક કલ્યાણ અને સેવામાં વિતાવીને સાથો સાથ ભગવાનની સાધનામાં વિતાવ્યું છે, એવા પરમહિતકારી સંતની વિદાય થી ભાવિભક્તો જનોની આંખમાં આંસુઓ વહી ગયા છે.

કહેવાય છે કે, સંત ક્યારેય મુત્યુ પામતા જ નથી બસ ખોળિયું બદલે છે અને આત્મા તો સદાય અમર છે, આજે ગિરનારનાં દરેક ક્ષેત્રમાં પૂજ્ય કાશ્મીરીબાપુ ની દિવ્યતા ચોરેતરફ ફેલાઈ ગઇ હશે. આજનો દિવસ જૂનાગઢ નગર માટે દુઃખ દાયક બની રહેશે. જે લોકો કાશ્મીરી બાપુના આશ્રમ ગયા હશે તેમને ખ્યાલ હશે કે, બાપુ નાં આશ્રમથી કોઈપણ ભક્ત ભૂખ્યો પાછો ન આવે. આ આશ્રમ સદાય સદાવ્રતની જ્યોત પ્રજ્વલિત છે અને વરસો થી ભાવિભક્તો અહીંયા દર્શનાર્થે આવીને ધન્યતા અનુભવે છે.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, તા. 5-1ના એકાએક વધુ ખરાબ થતા જુનાગઢની નામાંકિત કે.જે.મલ્ટી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. કાશ્મીરી બાપુના ફેફસાઓની આસપાસ હવા ભરાઇ જવા પામી હતી.ફેફસા લીક થવાના કારણે તબીયત નાજુક હતી અને બાપુની ઉંમર 9૫ વર્ષથી ઉપરની હોય જે ડીફીકલ્ટીને સમજી તજ્ઞન ડોકટર દ્વારા ટીમોએ રાત દિવસની મહેનત બાદ સફળ રહી ફેફસામાં લીક થતા હવા ભરાય જવા પામેલ તે ન્યુમોથોરેસને સફળ રીતે રીપેર કરવામાં એ પણ સહકાર આપતા આજે સવારે 9.30 કલાકે કાશ્મીરી બાપુને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલ.

બાપુની તબિયત ખરાબ થતા બાપુની સાથે સેવકગણો, વૃધ્ધ માતાજી નર્મદાપુરી રાત દિવસ હોસ્પિટલમાં સાથે રહ્યા હતા.બાપુની આશ્રમમાં જ સારવાર ચાલી રહી હતી, પરતું આજે તેઓ પોતાનો જીવ છોડ્યો અને સદાય ને માટે તેમનો જીવ આજે શિવમાં વિલિન થઈ ગયો. ખરેખર બાપુની દિવ્યતા એટલી અલૌકિક હતી કે, તેમના દર્શન માત્ર થી ભવ ભવન દુઃખો ટળી જાય. બાપુની અણધારી વિદાય થી સૌભક્તજનો શોકમાં છે, ત્યારે બાપુને ભાવપૂર્ણ શ્રદ્ધાજંલી અપર્ણ કરીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!