જૂનાગઢમાં આવેલ રેસ્ટોરન્ટનાં માલિક દીકરીઓના ચરણ સ્પર્શ કરીને વિના મૂલ્યે ભોજન કરાવે છે.
સમાજમાં એવા ઘણા વ્યક્તિઓ હોય છે જે લોકો માટે પ્રેરણારૂપ બની રહેતા હોય છે. આજે આપણે એક એવા વ્યક્તિ વિશે જાણીશું જે સૌ કોઇ માટે પ્રેરણા રૂપ બની ગયા છે. કહેવાય છે ને કે જગતમાં દીકરીઓનું અતિ મહત્વ છે દીકરી છે એ લક્ષ્મીજીનો અવતાર છે.
આજે આપણે એક એવા વ્યક્તિ ની વાત કરવાની છે જેઓ દીકરીનું ખૂબ જ સન્નમાન કરે છે.જૂનાગઢના એક રેસ્ટોરાંના માલિક ખૂબ જ ઉમદા કામ કરી રહ્યા છે. તેઓ દીકરીઓને જગદંબાનું સ્વરૂપ ગણીને જે પણ 12 વર્ષ કે તેથી નાની દીકરી તેમના રેસ્ટોરાંમાં જમવા આવે તેમના ચરણસ્પર્શ કરે છે વિના મૂલ્યે ભોજન કરાવે છે.
જુનાગઢના ઝાંઝરડા રોડ પર ગીર નેસડો રેસ્ટોરેન્ટ ચલાવે છે અને તેમને રેસ્ટોરાંની શરૂઆત જાન્યુઆરી 2020માં કરી હતી અને તેઓ રેસ્ટોરાંની શરૂઆતથી જ આ પ્રકારે 12 વર્ષ કે, તેથી નાની ઉંમરની દીકરીઓના ચરણસ્પર્શ કરીને તેઓ પોતાની હોટલમાં ભોજન કરાવે છે અને લોકો તેમના કામની ખુબ જ પ્રશંસા પણ કરી રહ્યા છે. પ્રફુલભાઈએ સામાજિક અગ્રણી મહેશ સવાણીથી પ્રેરાઈને આ ઉમદા કામ શરૂ કર્યું છે
અનેક દીકરીઓના પાલક પિતા મહેશ સવાણીથી પ્રેરણા લઇને એવો નિર્ણય કર્યો હતો કે, રેસ્ટોરાંમાં 12 વર્ષ કે તેથી નાની ઉંમરની દીકરીઓને નિશુલ્ક જમાડીશ. આ નિર્ણય બાદ જે પણ લોકો 12 વર્ષ કે તેથી નાની દીકરીની સાથે રેસ્ટોરાંમાં જમવા આવે છે તે પરિવારની દીકરીના ચરણસ્પર્શ કરીને પ્રફુલભાઈ તેને ફ્રીમાં જમાડી રહ્યા છે.
આ ઉમદા કામ કરતા પ્રફુલભાઈ જણાવ્યું હતું કે, આપણા સમાજમાં આપણે દીકરા-દીકરીને એક સમાન ગણવા જોઈએ. સમાજમાં દીકરાની જેમ દીકરીને જ ઉચ્ચ શિક્ષણ આપીને પગભર બનાવી જોઈએ. દીકરી જો ભણેલી ગણેલી હશે તો જ તેના થકી સમાજને એક નવી રાહ મળી શકશે અને પરિવારનું ગૌરવ વધારશે છે. આ ઉપરાંત દીકરી પરિવારની મુશ્કેલીના સમયમાં પુરુષની સમોવડી બનીને પરિવારને બધી રીતે ટેકો પૂરો પાડી શકશે.
