Gujarat

જુનાગઢ ના કાચા પરિવારે કંકોત્રી મા એવું લખાણ લખાવ્યુ કે કલેક્ટર સાહેબે પણ વખાણ કર્યા…જુઓ શુ છે

આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે ગુજરાત રાજ્યમાં એક બાજુ ચુંટણીએ જોર પકડયું છે તો બીજી બાજુ લગ્નગાળાની શરૂઆત થઈ ચૂકી છે. એવામાં હજી થોડા દિવસ પેહલા જ એક કંકોત્રિ સોશિયલ મીડિયા પર ફરતી થઈ હતી જેમાં મતદારોને મતદાન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા, એવામાં જુનાગઢના એક પરિવારે પણ મતદારો જાગૃત થાય અને પોતાનો કિંમતી વોટ આપવાથી વંચિત ન રહી જાય તે માટે એક અલગ કંકોત્રિ તૈયાર કરાવી હતી, જેમાં જિલ્લા કેલેક્ટર દ્વારા ચુંટણી માટે ઘોષિત કરવામાં આવેલ ચિન્હ ‘સિંહ’ ને પ્રિન્ટ કરવામાં આવ્યો હતો.

વિધાનસભાની આ ચુંટણીમાં સૌથી વધારે લોકો મતદાન કરે તે માટે થઈને ચુંટણી પંચ દ્વારા પણ ‘અવસર લોકશાહી’ નો અભિયાન શરૂ કરવામાં આવ્યો હતું. એવામાં જુનાગઢના એક જાગૃત નાગરિકે લગ્નની કંકોત્રિમાં ખૂબ સારો એવો સંદેશ જાહેર કર્યો હતો. હાલ આ અનોખી કંકોત્રિની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે અને લોકો પણ આ કંકોત્રિના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

જણાવી દઈએ કે જુનાગઢના ગાંધીગ્રામમાં રેહતા જયંતીભાઈ રવજીભાઈ કાચાએ પોતાની દીકરી રીયાના લગ્ન 2 ડિસેમ્બરના રોજ લગ્ન છે. આ તારીખે ચુંટણી પણ હોવાને લીધે જયંતીભાઈએ પોતાની દીકરી રિયાના લગ્નની કંકોત્રિમાં પણ મતદાન જાગૃતિ અંગેનો ખૂબ સારો એવો સંદેશ છપાવ્યો છે. જેમાં તેઓએ કંકોત્રિના કવરમાં લખ્યું કે “અવસર લોકશાહીનો, અવસર મતદાનનો” આવો સદ વિચાર તેઓએ પોતાની દીકરીના લગ્નની કંકોત્રિમાં છપાવતા લોકોએ તેઓના ખૂબ વખાણ કર્યા હતા.

લગ્નની આ કંકોત્રિ એટલી બધી અનોખી અને મતદાન પ્રત્યે જાગૃત કરનારી છે કે હાલ આ કંકોત્રિ ખૂબ વાયરલ થઈ રહી છે અને લોકોને પણ પસંદ આવી રહી છે. કંકોત્રિમાં જોઈ શકાય છે કે કવર પર જ લખવામાં આવ્યું છે કે ” પેહલા મતદાન કરો પછી જ લગ્નમાં આવો” એટલું જ નહિ તેની સાથે સાથે એમ પણ લખવામાં આવ્યું છે કે ‘હું તમને અપીલ કરું છું કે આપનો કિંમતી મત આપીને લોકશાહીને મજબૂત બનાવો” આવા લખાણની સાથે આ કંકોત્રિમાં જિલ્લા કેલ્કટર દ્વારા ચુંટણી માટે ઘોષિત કરવામાં આવેલ ચિન્હ ‘સિંહ’ ને પણ છપાવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!