જૂનાગઢઃ ધો. 9માં ભણતી વિદ્યાર્થિનીએ પોતાના જ અપહરણ નો ખેલ રચ્યો અને જ્યારે હકીકત સામે આવી ત્યારે પોલીસ પણ ચોકી ગઈ
વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો નાના બાળકો પણ એટલા બધા હોશિયાર અને સમજદાર થઇ ચુક્યા છે કે તે નાની ઉમરમાં પણ ઘણી ઉચ્ચી વિચારશક્તિ ધરાવતા થયા છે. એવામાં હાલ એક ખુબ જ ચોકાવી દેતો કિસ્સો સામે આવ્યો છે જેમાં ફક્ત ધોરણ 9માં ભણતી વિધારથીનીએ પોલીસને દોડાવી દીધી હતી, આ મામલો જુનાગઢમાં ખુબ જ ચર્ચિત થઇ રહ્યો છે એટલું જ નહી પૂરી વાત સામે આવતા લોકો પણ ખુબ આશ્ચર્યમાં મુકાયા હતા.
જણાવી દઈએ કે જુનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં રેહતા પરિવારની દીકરીએ પોતાની સુજબુજ સાથે પોતાની એવી કહાની બનાવી હતી કે પોલીસ પણ દોડતી થઇ ગઈ હતી પરંતુ કેહવાય છે ને કે સાચ્ચું લાંબા સમય સુધી સંતાડી શકાય નહી, આ દીકરી સાથે પણ એવું જ થયું.જેવી સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી ત્યાં તરત જ આખી ઘટના સામે આવી ચુકી હતી, જેમાં એવા એવા ખુલાસા થયા કે પરિવાર પણ ચોકી ગયો હતો.
ગાંધીગ્રામ વિસ્તારમાં પોતાના પરિવાર જોડે રહેતી અને ધોરણ 9માં અભ્યાસ કરતી આ દીકરી સવારે ઘરેથી સ્કુલ જવા માટે નીકળી હતી જે પછી બપોરના બે વાગ્યા હોવા છતાં તે ઘરે પરત ન ફરતા પરિવાર ચિંતાતુર બન્યો હતો. આથી આ દીકરીને શોધવામાં પરિવાર લાગી ગયો હતો પરંતુ તે ન મળતા અંતે પરિવારને પોલીસની મદદ લેવી પડી હતી. આ ઘટનાને ધ્યાનમાં રાખી પોલીસે અલગ યુનિટ બનાવીને તપાસ હાથ ધરી હતી.
તપાસમાં સીસીટીવી ફૂટેજ ચેક કરતા સામે આવ્યું હતું કે ગુમ થયેલ આ દીકરી વેરાવળમાં છે, આ જાણ થતાની સાથે જ ગણતરીના સમયમાં સ્થાનિક પોલીસ વેરાવળ પોહચી હતી અને આ દીકરીને જુનાગઢ પરત લાવ્યા. આ ઘટના અંગે જ્યારે દીકરીનું પૂછતાછ કરવામાં આવી તો તેણે જણાવ્યું કે તે સ્કુલ જતી હતી ત્યારે ત્રણ અજાણ્યા શખ્સોએ તેને એડ્રેસ બતાવાનું બહાનું કાઢીને બોલાવી હતી અને પછી કારમાં ખેચીને અપહરણ કરી લીધું હતું, જે પછી તેને બેભાન કરીને વેરાવળના રસ્તા પર જ ફેકી દીધી.
ધોરણ 9માં ભણતી આ વિધાર્થીને આ જુઠાણું પોલીસ સમક્ષ રજુ કર્યું હતું, પણ આ તમામ વાતને જાણતા જ સ્થાનિક પોલીસને ભનક લાગી ગઈ હતી કે આ બનાવટી કહાની છે કારણ કે સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું હતું કે સવારે દીકરી એસટી બસમાં બેથીને વેરાવળ જવા માટે રવાના થઇ હતી, એટલું જ નહી આ અંગે બસના કંડકટરે પણ નિવેદન આપતા જણાવ્યું હતું કે આ વિધાર્થીની પાસે 100 રૂપિયાની નોટ હતી જેમાંથી તેણે 91 રૂપિયા ટીકીટના ચૂકવ્યા. આખી ઘટના ખુલાસો થતા દીકરીએ સાચ્ચું બોલતા કહ્યું કે તે અભ્યાસથી કંટાળી ગઈ હોવાને લીધે ઘરેથી નીકળી ગઈ હતી, હાલ દીકરી મળી જતા પરિવારને શાંતિ થઇ હતી.