કચ્છ મા ઘોડી ની નિર્મમ રીતે હત્યા કરી દવામા આવી છતા ઘોડી એ બચ્ચા ને જન્મ આપ્યો
ગુજરાત રાજ્ય મા દિવસે ને દિવસે હત્યા જેવા બનાવો વધતા જાય છે ત્યારે માનવતા ને શરમાવે એવી ઘટના સામે આવી છે જેમાં એક ઘોડી ની નિર્મમ રીતે હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના કચ્છ ના સુખપર મા બની હતી. ઘટનાને પગલે નખત્રાણા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
જામવા મળતી વિગતો અનુસાર કચ્છ ના નખત્રાણા તાલુકાના સુખપર રોહા ગામે મંગળવારે રાત્રી ના આ ઘટના બની હોવાનુ અનુમાન છે જેમાં ઘોડી ના પગ બાંધી ને ઘોડી ની જુદા ના ભાગ મા લાકડી ભરાવી ગંભીર ઈજાઓ પહોંચાડી ને કરપીણ હત્યા કરી દવામા આવી હતી. ઘોડી ના માલિક ખમુભાઇ કાંતિલાલ હમિરે જણાવ્યું હતું કે, તેઓ રાત્રના કોરી પ્રસંગ પતાવીને આવી રહ્યા હતા ત્યારે તેમને ગામના બાલમંદિર પાસે તેમની ઘાડીના પગ બાંધી કોઇ અજાણ્યા શખ્સોએ હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું.
ખમુભાઈ એ આ અંગે નખત્રાણા પોલીસ સ્ટેશન મા અજાણ્યા શખ્શો તથા શકમંદ યુવક નુ નામ ફરીયાદ મા જણાવ્યું હતુ. ઘટના સ્થળ પર એક યુવક નુ આધાર કાર્ડ મળી આવ્યુ છે. જ્યારે પોલીસ રીપોર્ટ મા જણાવા મળ્યુ કે હાલ ઘોડીની કોને હત્યા કરી છે. તે હજુ સ્પષ્ટ થયું નથી પીએમ રિપોર્ટ આવ્યા બાદ હત્યા પાછળનું કારણ જણી શકાશે. નખત્રાણા પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ અજાણ્યા શખ્સો વિરૂધ પશુઘાતકી પણા અધિનિયમની કલમ તળે ગુનો નોંધ્યો છે.
ઘોડી ના માલિક એ જણાવ્યું હતુ કે હત્યા બાદ પણ બચ્ચા નો જન્મ થયો હતો અને પોલીસ દ્રારા હત્યારાઓની તાત્કાલિક ધરપકડ કરી કાર્યવાહી આવે તેવી માંગ કરી છે.