પાટીદાર સમાજની દીકરીઑ વિષે વાંધા જનક ટિપ્પણી કરનાર કાજલ હિંદૂસ્તાનીએ માંફી માંગવાનો કર્યો ઇનકાર કહ્યું કે, હું મરી જઈશ.. જાણો પૂરી વાત
હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્ર કાજલ હિન્દુસ્તાની ચર્ચામાં છે, પાટીદાર સમાજની દીકરીઓ વિષે વિવાદસ્પદ નિવેદન આપ્યા બાદ કાજલ હિન્દુસ્તાની પર લોકો લાલચોળ થયા છે. આ વિવાદ દિવસે ને દિવસે વધુ વિવાદિત થઇ રહ્યો છે. ચાલો આ વિવાદિત નિવેદન અંગે અમે આપને ટૂંકમાં માહિતી જણાવી છે છે કે આખરે આ તમામ ઘટના શું છે. ગુજરાત ટેકના અહેવાલ દ્વારા પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, કાજલબેને જણાવેલું કે, મોરબીમાં એક જ કોલેજની 7 પટેલની દીકરીઓએ બધા બોયફ્રેન્ડ વિધર્મી બનાવ્યા છે અને અંદરોઅંદર બોયફ્રેન્ડ બદલે છે.
સાતેયે મળીને પેલા છોકરાને 40 લાખની કાર ગિફ્ટ આપી દીધી. પિતા બહુ પૈસા કમાવવામાં વ્યસ્ત છે. માતા રીલ બનાવવા પોતાની મસ્તીમાં મસ્ત છે. ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે, તિજારોમાંથી 2-5 લાખ રૂપિયા લઈ લે તો કોને ખબર પડવાની છે. આ છોકરીઓની ઉંમર 16-17 વર્ષની છે.હાલમાં આ વિવાદિત નિવેદનના પગેલે પાટીદાર સમાજમાં ભારે રોષની લાગણી ફેલાય છે અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે, કાજલ હિન્દુસ્તાનીએ માંફી માંગવાનો ઇન્કાર કર્યો છે, પ્રાપ્ત માહિતી અનુસાર કાજલ હિન્દુસ્તાનીએ કહ્યું છે કે, હું મરી જઈશ પણ માંફી તો નહિ જ માગું.
હાલમાં આ નિવેદનના લઇને ફરી એકવાર કાજલ હિન્દુસ્તાની ચર્ચામાં આવ્યા છે, ખરેખર આ એક ખૂબ જ ચોંકાવનારી વાત છે. વિવાદનો અંત થવાના બદલે વધુ પેચીદો મામલો થઈ રહ્યો છે. આ વિવાદનો અંત કઇ રીતે હવે આવે છે તે તો આગળ સમય જ બતાવશે, તમને જણાવીએ કે, કાજલ હિન્દુસ્તાની મૂળ રાજસ્થાનના સિરોહી ગામના વતની છે તેમજ કાજલબેનના લગ્ન વર્ષ 2002માં જામનગરમાં રહેતા બિઝનેસમેન જવલંત શિંગાળા સાથે કાજલના મેરેજ થયા અને હાલમાં તેઓ એક સામાજિક કાર્યકર તરીકે પ્રખ્યાત છે તેમજ પોતાના વિચારો સોશિયલ મીડિયાના માધ્યમથી વ્યક્ત કરે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.