આ ખ્યાતનામ લોકગાયક પર પાંચ લોકો એ ધોકા વડે હુમલો કર્યો ! જાણો શુ ઘટના બની…
હાલ રાજ્ય મા આવારા તત્વો બેફામ બન્યા હોય તેવુ લાગી રહ્યુ છે ત્યારે ખ્યાતનામ ગાયક કલાકાર કાજલ મહેરીયા પર હુમલો થવાની ઘટના સામે આવી છે. આ ઘટના ને લઈ ને કાજલ મહેરીયા એ કુલ પાંચ લોકો વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. કાજલ મહેરીયા જ્યારે એક પ્રોગ્રામ પતાવી ને આવી રહ્યા હતા ત્યારે તેમની કાર પર ધોકા વડે હુમલો કરવામા આવ્યો હતો આ ઉપરાંત કાજલ મહેરીયા ના જણાવ્યા અનુસાર જાતી વિરુધ્ધ અપમાનિત શબ્દો બોલાયા હોય તેવી ફરિયાદ નોંધાઈ હતી.
કાજલે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, દોઢ વર્ષ પહેલા આરોપી રમુભાઈ રબારી તેમની સાથે કામ કરતો હતો અને અલગ અલગ ગામનું બહાનું બતાવી તેમની પાસેથી પૈસા માંગતો હતો. જે આપવાની ના પાડતા કામ પરથી નકળી ગયો હતો. તેમજ તે અવાર-નવાર ડી.જે.ના પ્રોગ્રામમાં કાજલને બોલાવવા માંગતો હતો.
પરંતુ તે નહીં આવતાં તેનો ખાર રાખી ધોકાથી કાજલનો જ્યાં ડીજેનો લાઇવ પ્રોગ્રામ હતો ત્યાં આરોપીઓએ તેની ફોર્ચ્યુનર કાર ઉભી રખાવી ધોકાથી ગાડીનો કાચ તોડી નાંક્યો હતો. તેમજ કાજલ અને તેના સાથીદારોને ધોકાથી માર માર્યો હતો. આ હુમલામાં કાજલના જમણા હાથની ટીશર્ટ ફાડી નાંખી ગળમાં પહેરેલ સોનાની ત્રણ લાખની કિંમત કંઠી તોડી ઝૂંટલી લીધી હતી અને અને જાતિ વિષયક શબ્દો બોલી જાહેરમાં અપમાનીત કરી હતી.
આ ઘટના પાટણના ધારપુરમાં ડેરી પાસે બની ઘટના. અગાવ નુ મનદુખ રાખી કાજલ મહેરીયા પર હુમલો કરવામા મા આવ્યો છે તેવુ જાણવા મળેલ છે. બાલીસણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.