Gujarat

કાલાવડ મા લગ્ન થાય એ પહેલા જ અધિકારીઓ એ લગ્ન થતા અટકાવ્યા ! કારણ જાણશો તો…

હાલમાં જ કાલાવડ મા લગ્ન થાય એ પહેલા જ અધિકારીઓ એ લગ્ન થતા અટકાવ્યા ! કારણ જાણશો તો તમે પણ ચોંકી જશો. એક તરફ લીલા તોરણ બંધાય ગયા હતા અને વરરાજો અને નવવધૂ પણ માંડવે બેસી ગયા હતા અને અચાનક જ અધિકારીશ્રીઓ આવીને લગ્ન અટકાવી દિધા. જે ઘરના આંગણે લગ્નના ગીતો ગવાય રહ્યા હતા એજ આગણું ચિંતાગ્રસ્ત બની ગયું હતું. ચાલો અમે આપને જણાવીએ કે, આખરે ક્યાં કારણોસર આ લગ્ન અટકાવવામાં આવ્યા હતા.

આપણા ભારતમાં બાળલગ્ન પર પ્રતિબંધ છે અને કાયદાકીય રીતે પણ આ એક ગુન્હો છે, છતાં પણ આજના સમયમાં પણ અનેક ગામોમાં અને જ્ઞાતિઓમાં બાળ લગ્નની પ્રથા યથાવત છે. આવી જ એક ઘટના હાલમાં રાજકોટ શહેરના કાલવાડ માં બની છે, આ કિસ્સો જાણીને તમને પણ આશ્ચય થશે કે માત્ર 17 વર્ષની યુવતીનાં લગ્ન કરાવવામાં આવી રહ્યા હતા.જામનગર જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની ટીમ દ્વારા તા.07ના રોજ કાલાવડ (શીતળા) ખાતે બાળ લગ્ન થતા અટકાવવામાં આવ્યા છે.

હાલમાં જ આ માસમાં જ બે બાળ લગ્ન થતા અટકાવ્યા હતા. બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડૉ. પ્રાર્થનાબેન શેરશીયાના જણાવ્યા અનુસાર જાગૃત નાગરિકે બાળ લગ્ન હોવાની જાણ કરી હતી. જાણકારીના આધારે સમાજ સુરક્ષા ટીમ, બાળ સુરક્ષા ટીમ, અને કાલાવડ ટાઉનના પોલીસ સ્ટેશનમાં થી પી.આઈ. યુ. એચ. વસાવાની ટીમ કાલાવડ (શીતળા) ગામ ખાતે પહોંચી હતી. અધિકારિઓ એ 7 વર્ષની સગીરાના થનારા બાળ લગ્ન અટકાવી અને કાયદાકીય જાણકારી આપી.

દીકરી પુખ્તવયની થયા બાદ જ તેણીના લગ્ન કરાવવા પરિવારજનોને સમજણ આપેલ હતી. માતા-પિતાને સમજાવવામાં આવ્યા હતા કે, આ પ્રકારના લગ્ન કરવા એ કાયદાની વિરુદ્ધ છે અને તેમાં બાળ લગ્ન કરવા કે કરાવવા એ કાયદાની વિરુદ્ધ છે. જેમાં બે વર્ષ સુધીની સખત કેદની સજા તેમજ એક લાખ સુધીના દંડની જોગવાઇ છે. માતા પિતાને આ વાતની જાણ થતાં આ લગ્ન કરવાનું મોકૂફ રાખ્યું હતું. જ્યારે યુવતીની ઉંમર 18 વર્ષ થઈ જાય ત્યારબાદ જ લગ્ન કરશે, તેમ વડીલોએ સમાજ સુરક્ષા અધિકારીને જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!