અમદાવાદ નો કુખ્યાત કાલુ ગરદન સહિત ચારની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ કરી ! કાલુ પર 30 થી વધુ ગુના નોંધાઈ ચુક્યા છે
હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, કુખ્યાત કાલુ ગરદન સહિત ચારની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. સુત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે,હાલમાં જ કાલુ ગરદનની ગેંગ દ્વારા મુશીર કુરેશીને જાહેરમાં તેની કાર રોકીને ધમકી આપવામાં આવી હતી.જેથી મુશીરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેને જાહેરમાં રોકીને ધમકી આપવાની સાથે ગડદાપાટુનો માર મારવામાં આવ્યો હતો. જે ફરિયાદના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાલુ સહિત ચારની ધરપકડ કરી લેવામાં આવી છે.
કાલુ ગરદન વિશે જાણીએ તો સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,
ખાસ કરીને જમીન પચાવી પાડવા સહિત કાલુ ગરદન સામે 30થી વધુ ગુના નોંધાયેલા છે. કાલુ ગરદન અને અન્ય ગેંગ સાથે થયેલા ધમકી અને ઝઘડાના કેસની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી તેવામાં ચારની ધરપકડ કરવામાં આવી છે, જેમાં સુલતાન, સદામ, આરીફનો પણ સમાવેશ થાય છે.
ઘણા સમયથી જુહાપુરામા જમીન પચાવી પાડવા મામલે અલગ-અલગ ગેંગ સક્રીય થઈ છે. આવામાં ધમકી આપવાનના કેસ પણ નોંધાયા છે, જેમાં પોલીસ માથાભારે શખ્સોની તપાસ કરી રહી હતી અને તેવામાં કુખ્યાત કાલુ ગરદન સહિતના ચારની ધરપકડ કરવામાં આવી છે. આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરીને કાલુ ગરદન સહિત મોહમ્મદ સદામ, મહમદ આરીફ અને સુલતાન શેખની ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદમાં આયશાના જીવન ટૂંકાવવાના કેસમાં પણ કાલુ ગરદને આયશાના પતિને પડકમાં કડક સજા અપાવવા માટે તથા આયશાના પરિવારને મદદ કરવાની વાત કરી હતી. આ દરમિયાન કાલુએ પોતે પણ ગુના કર્યા હોવાનું અને દૂધથી ધોવાયેલો ના હોવાનનું કબૂલ્યું હતું. પરંતુ ધમકી અને જમીન પચાવી પડાવાના મુદ્દે હવે પોલીસ તપાસ કરીને કાલુ ગરદમ અને અન્ય ત્રણ સામે જરુરી કાર્યવાહી કરશે.
