કમા એ ડંકો વગાડ્યો! મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં આપ્યું એવું ભાષણ, જુઓ શું બોલ્યો કમો….
આ જગતમાં ક્યારે વ્યક્તિના ભાગ્ય ખુલી જાય એ કોઈ નથી જાણતું. આજે અમે આપને જણાવીશું ગુજરાતના એક એવા જ વ્યક્તિ જે રાતો રાત માત્ર ગુજરાત જ નહીં પરંતુ વિશ્વના ખૂણે ખૂણે લોકપ્રિય બની ગયો છે. આ વ્યક્તિ એટલે બીજું કોઈ નહિ પણ કોઠારીયાનો કમો. ખરેખર કીર્તિદાન ગઢવીએ એને જે સન્માન આપ્યું હતું, ત્યારબાદ તે આજે દરેક કલાકારો માટે એક સફળ વ્યક્તિ બની ગયો છે. જ્યાં કમાની હાજરી હોય એ ડાયરો સફળ જાય છે. હાલમાં જ ભાવનગરની ધરતી પર યોજાયેલ કાર્યક્રમમાં કમાએ ગુજરાતનાં સી.એમ ભુપેન્દ્ર પટેલ સામે પ્રવચન આપ્યું.
આમ તો આખુ ગુજરાત હાલ કમાને ઓળખતુ થઇ ચૂક્યું છે કમો એટલે કમલેશ ભાઇ, જેઓ માનસિક વિકલાંગ છે. હાલ કમો કમાભાઇ થઇ ગયો અને વટથી ડાયરા અને કાર્યક્રમમાં હાજરી આપે છે. મોટા મોટા નામાંકિત કલાકારો તેને કાર્યક્રમમાં અને સ્ટેજ પર બોલાવે છે. ડાયરાઓમાં કમાભાઇનું જોરદાર સ્વાગત કરવામાં આવે છે. હાલ ગણેશ ઉત્સવામાં પણ કમો અનેક જગ્યાએ હાજર આપતો નજરે પડે છે.
કમાને મળતા રૂપિયા એ જ પ્રોગ્રામમાં આપી દે છે. નહીંતો આશ્રમમાં આપી દે છે.ભાવનગરમાં ગુજરાત ગૌરવ સમિતિ દ્વારા કીર્તિદાન ગઢવીનું સન્માન કરાયું હતું. કીર્તિદાનને ગુજરાત ગૌરવ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. આ દરમિયાન કીર્તિદાન દ્વારા કમાને ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. કમાને સ્ટેજ પર આમંત્રણ પણ અપાયું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી સહિતના રાજનીતિના દિગ્ગજો ઉપસ્થિતિ હતા. આ વચ્ચે ફેમસ દિવ્યાંગ સ્ટાર કમાભાઇ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મુખ્યમંત્રી સાથે હાથ મિલાવ્યો હતો અને પોતાની કાલીઘેલી ભાષામાં સૌલોકો સાથે સંવાદ સાધ્યો હતો અને માન શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જેમ જ કમાં એ પણ પોતાની ભાષામાં લોકોને ભાઈઓ અને બહેનો તરીકે સંબોધ્ય હતા.