કબરાઉધામનાં મણિધરબાપુએ કમા અંગે આપ્યું નિવેદન કહ્યું કે, કમાએ પોતાની કમાણીને…
આ જગતમાં ક્યારે વ્યક્તિના ભાગ્ય ખુલી જાય એ કોઈ નથી જાણતું. આજે અમે આપને જણાવીશું ગુજરાતના એક એવા જ વ્યક્તિ જે રાતો રાત માત્ર ગુજરાત જ નહીં પરંતુ વિશ્વના ખૂણે ખૂણે લોકપ્રિય બની ગયો છે. આ વ્યક્તિ એટલે બીજું કોઈ નહિ પણ કોઠારીયાનો કમો. ખરેખર કીર્તિદાન ગઢવીએ એને જે સન્માન આપ્યું હતું, ત્યારબાદ તે આજે દરેક કલાકારો માટે એક સફળ વ્યક્તિ બની ગયો છે. જ્યાં કમાની હાજરી હોય એ ડાયરો સફળ જાય છે. જોતાને જોતા કમો હવે એક સેલિબ્રેટી બની ગયો છે અને એટલે કહી શકાય કે લોકપ્રિય બનવા માટે રૂપરંગ નહીં બસ ગુણ હોવા જોઈએ.
કમાં વિશે દરેક સાધુ-સંતોથી લઈને કલાકારો અને રાજનેતાઓ નિવેદન આપી રહ્યા છે, ત્યારે હાલમાં જ કચ્છનાં કબરાઉધાનાં મહંત શ્રી મણીધર બાપુએ કમાં વિશે વાત કરી છે. કમાં વિશે બાપુએ જણાવ્યું કે, કમાનુ માન દેશ વિદેશમાં વધ્યું છે અને એવામાં હું જણાવતા કહીશ કે નરસિંહ મહેતા પણ ગામડા હતા જેમને 52 કામ કર્યા છતાં સમાજે તેનો વિરોધ કર્યો હતો.
આપણે બધા જાણીએ છીએ કે ભગવાન 52 કામ કર્યા નરસિંહ મહેતા ના અને ભગવાન અને તે પણ ગાંડા થઈને નાચતા હતા. મણીધર બાપુએ ટૂંકમાં કમાને કહેવા માગે છે કે, તમારું નામ દેશ વિદેશમાં વધી રહ્યું છે અને ડાયરામાંથી જે પૈસા આવે તે કોઈ પણ વર્ણની દીકરી હોય તેને દાન કરી દે અથવા તો કોઈ પણ જરૂરિયાત વ્યક્તિને પૈસા દાન કરે. મણીધર બાપુ કમા વિશે વાત કરતા કહ્યું કે કમાની સારી વાત એ છે કે, કમા બધા પૈસા દાનમાં આપી દે છે ને તે ભગવાનની કૃપા છે.
હાલમાં તો ચારોતરફ માત્ર ને માત્ર કમાનું નામ ચર્ચાઇ રહ્યું છે.કોઈએ સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય કે, કમો રાતોરાત આટલી લોકપ્રિયતા મેળવી લેશે. ટૂંક સમયમાં જ કોઈ ગુજરાતી ફિલ્મમાં કમો દેખાઈ તો નવીન નહીં કારણ કે, જે રીતે લોકોમાં કમાની લોકપ્રિયતા વધી રહી છે, તે પરથી કંઈ પણ કહી ન શકાય કારણ કે કમાની લોકપ્રિયતા આશમાનને આંબી ચુકી છે.