Viral video

કમાને લઈ ને ફરી વિવાદ છંછેડાયો ?? કીર્તિદાન ગઢવી એ જણાવ્યુ કમાને હાજરી આપવાના કેટલા રુપીઆ મળે…જુઓ વિડીઓ

કોઠારીયાનો કમો હવે ગુજરાતનું ગૌરવ અને ડાયરાની શાન બની ગયો છે. વર્ષ 2022 કમાં માટે યાદગાર રહ્યું છે. આપણે જાણીએ છે કે, દરેક ડાયરાઓ કમાં વિના સુના લાગે છે અને હવે તો કમાએ ગુજરાતી લોકપ્રિય કલાકારોની જેમ ચીફ ગેસ્ટ તરીકે હાજરી આપવાનું શરૂ કર્યું છે. કમાની આ સફળતા પાછળ કીર્તિદાન ગઢવીનો હાથ છે, ત્યારે હાલમાં જ સોશિયલ મીડિયામાં કમાની હાજરીના કેટલા પૈસા મળે છે, તે અંગે કીર્તિદાન ગઢવીએ ખુલાસો કર્યો છે.

જ્યારથી કમો ડાયરાની શાન બની ગયો છે, ત્યારથી અનેક લોકોએ કમાને લઈને વિવાદ પણ શરૂ કર્યો છે. લોકોનું કહેવું છે કે લોકો કમાનો દુરુપયોગ કરે છે અને તેને ધરારથી નચાવવામાં અને ધુણાવવામાં આવે છે. આ બાબતે કીર્તિદાન ગઢવીએ એવો જવાબ આપ્યો કે વિરોધ કરનાર તમામ લોકોના મોંઢા બંધ થઈ જશે. આપણે જાણીએ છે કે, હિતેન કુમારે નિવેદન આપ્યું હતું કે કમાનો ઉપયોગ કરીને સર્કર્સ જેવા ખેલ થઈ રહ્યા છે.

હાલમાં ચોટીલાના પગપાળા યાત્રાળુઓ માટે યોજાયેલ ડાયરામાં કીર્તિદાન ગઢવીએ સ્ટેજ પરથી કહ્યું હતું કે ” લોકો વિરોધ કરે છે કે કમાને નચાવવા લઈ જાય છે. આ પ્રકારના દિવ્યાંગ બાળકોને નૃત્ય અને સંગીતનો શોખ હોય છે. અમે એને ધરાર નથી નચાવતા અને કમાને હાજરી આપવામાં લોકો વીસ હજાર, પચીસ હજાર અને પચાસ હજાર રૂપિયા આપે છે. જેનો આત્મ અંદરથી આનંદ પામતો હોય તો અમને પણ મજા આવે છે અને તેને પણ મજા આવે છે.

જ્યારે કીર્તિદાન ગઢવી કમાને પૂછે કે, તારે નાચવું છે તો કમો હા પાડે છે અને પછી કીર્તિદાન ગઢવી કમાનું પ્રિય ગીત રસિયો રૂપાડો રંગ રેલીયો ગાઇ છે અને કમો પણ મોજથી ઝૂમી ઉઠે છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, આજે કમો વૈભવશાળી જીવન જીવે છે અને મોટા કલાકારોની જેમ હવે ગુજરાતની ઓળખ બની ગયો છે અને સૌથી ખાસ વાત એ કે કમાને જે પૈસા મળે છે તે ગૌશાળામાં અર્પણ કરી દે છે. કમો હવે ગુજરાતનું એવું નામ બની ગયો છે કે આજે દરેક દાયરાઓમાં તેની હાજરી અવશ્ય હોય છે.  હવે કમાની લોકપ્રિય કાયમી રહેશે તો નવાઈ નહિ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!