સુરત મા કમા ની ધમાકેદાર એન્ટ્રી ! લોકોએ સેલ્ફી લેવા પડાપડી કરી…જુઓ વિડીઓ
એક જ નામ ગુંજી રહ્યું છે એવું બદલાઈ ગયું છે કે વાત જ ના પૂછો! ગુજરાતના મોટા કલાકારો અને બોલીવુડના કલાકારોની જેમ કમાને સન્માન મળી રહ્યું છે. કમાને જ્યારથી લોકપ્રિયતા મળી છે, ત્યારથી જ હવે તો લોકો તેની સાથે સેલ્ફી પડાવવા માટે પણ આતરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે અને સૌથી ખાસ વાત એ છે કે, છોકરીઓ પણ કમા માટે ગાંડી ઘેલીઓ બની છે અને સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરે છે. આપણે જાણીએ છીએ કે હાલમાં જ કમાભાઇની સુરત શહેરમાં રોયલ એન્ટ્રી થઈ હતી,ત્યારે હાલમાં જ આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.ચાલો અમે આપને આ વિડીયો વિશે જણાવીએ.
કમો હવે ગુજરાતને એવો મોટો સેલિબ્રિટી બની ગયો છે, કારણ કે કમાને જાહેર કે ખાનગી કાર્યક્રમમાં બોલાવવામાં આવી રહ્યો છે. કમો હવે લોકપ્રિય કલાકારોની સાથે સ્ટેજમાં જોવા મળે છે. હાલમાં જ સુરત શહેરમાં તેમની સુંદર શેરવાની શોપની શુભેચ્છક મુલાકાત કરી હતી અને ત્યારબાદ કમાને ગરબા કાર્યક્રમમાં પણ રમઝટ બોલાવી હતી. હાલમાં જે કમાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તે પર્વતપાટિયા ખાતે મહાવીર મોબાઈલ નો છે. આ મોબાઈલ શોપના માલિક શ્રી જીગ્નેશભાઈ જૈન તેમજ સિદ્ધાર્થભાઇ જૈન એ કમાનું ભવ્ય સ્વાગત કર્યું તેમજ કમાને મોબાઈલ ભેટ આપી હતી.
સુરતમાં આવી એન્ટ્રી બીજા કોઈ અન્ય જુનિયર કલાકારોની પણ નહીં થઈ હોય એવું કહીએ તો પણ ખોટું નથી કારણ કે ,જે રીતે તમે આ વીડિયોમાં જોશો કે તમને જોવા માટે અસંખ્ય લોકો હાજર હતા અને કમા ને એક ઝલક જોવા માટે બધા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા. તેમજ સેલ્ફી પડાવા માટે પણ છોકરીઓ પડાપડી કરી રહી હતી. આ વીડિયોમાં જોઈ શકો છો કે કમો લાલ રંગની કારમાં સવાર થયેલ જોવા મળે છે અને તેના માથે રેશમી સાફો બાંધેલ છે અને લોકોએ તેને ગુલાબની પાંખડી થી વધાવીને જોરદાર રીતે સ્વાગત કર્યું હતું
ખરેખર કમાનું ભાગ્ય એવું ખુલ્યું છે કે, જાણે તેને ગયા જન્મમાં અનેક પુણ્ય કર્યા હશે ત્યારે આજે આવું લોકપ્રિયતા મળે છે. કારણ કે લોકપ્રિયતા મેળવી એ નાની વાત નથી પરંતુ કિર્તીદાન ભાઈ ગઢવી ના લીધે કમો રાતો રાત ગુજરાતનો બાદશાહ બની ગયો છે.કમાની લોકપ્રિયતા દિવસે ની દિવસે વધી રહી છે ત્યારે અનેક કલાકારો સાધુ સંતો દ્વારા પણ કમા વિશે અનેક પ્રકારના નિવેદનો આપવામાં આવી રહ્યા છે જ્યારે અનેક લોકો કમા વિશે વિરોધ પણ કરી રહ્યા છે. પણ કમો આગળ વધી રહ્યો છે અને ગુજરાતીઓના હદયમાં પોતાનું અનેરૂ સ્થાન બનાવી રહ્યો છે. ટૂંક સમયમાં કમો વિદેશ જાય તો પણ નવી વાત ના કહેવાય! જો આ જ રીતે કમાની લોકપ્રિય બની રહશે તો, ટૂંક સમયમાં ગુજરાતી ફિલ્મોમાં પણ જોવા મળી શકે છે કમો…
View this post on Instagram