કમા ની રાજકારણ મા ધમાકેદાર એન્ટ્રી ! જુઓ વિડીઓ ક્યા પક્ષનો પ્રચાર કરી રહ્યો છે કમો..
ગુજરાતમાં ચારો તરફ ચૂંટણીનો માહોલ છે અને જોરશોરથી લોકો પ્રચાર કરી રહ્યા છે. આપ, કોંગ્રેસ અને ભાજપ પોતાના સ્ટાર પ્રચારકો દ્વારા જનતાને મતદાન કરવા માટે અપીલ કરી રહ્યા છે, ત્યારે કોઠારિયાના કમાએ પણ રાજકારણમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. જે રીતે કમાની લોકપ્રિયતા વધી રહી છે, એ જોતા લાગે છે કે કમાભાઈ હવે ચૂંટણી પ્રચારમાં વધુ સક્રિય રહેશે. આપણે જાણીએ છે કે, નવરાત્રીમાં કમાભાઈએ અનેક શહેરોમાં ધૂમ મચાવી હતી.
હાલમાં હવે ચુંટણીને લઇને ઉમેદવારોનું પ્રચાર અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. ત્યારે ભાજપે તો સ્ટારપ્રચારકોની આખે આખે ફોજ ઉતારી છે. નરેન્દ્ર મોદી, અમિત શાહ, યોગી આદિત્યનાથ, દેવેન્દ્ર ફડવણીસ, શિવરાજસિંહ ચૌહાણ સહિતના કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં આવીને ભાજપના ઉમેદવારોનો પ્રચાર કરી રહ્યા છે. ભાજપના સ્ટાર પ્રચારકોમાં વધુ એક નામ ઉમેરાયુ હોય તેવુ લાગે છે.
હાલમાં જ કમાનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં જોઈ શકો છો કે કમાઈ ભાજપનો ધ્વજ લહેરાવ્યો છે. કિર્તીદાન ગઢવીના ડાયરાથી ફેમસ થઈને હવે કમો પ્રચારમાં રમઝટ બોલાવી રહ્યો છે. હાલમાં જ ભાવનગરના પશ્ચિમના ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણીના સમર્થનમાં કમા ભાઈની જોરદાર એન્ટ્રી થઈ છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, વિવિધ વિસ્તારમાં કમો ખુલ્લી કારમાં ઉભો રહીને ભાજપના ઝંડા સાથે પ્રચાર કરતો જોવા મળ્યો હતો. કમાને જોવા માટે તેની આસપાસ મોટી સંખ્યામાં ભીડ જામી હતી.બોલીવુડનું એક ગીત છે કે. મોદીજી ભપમ્પ ભપમ્પ ગાડી લાયા તેમજ અન્ય ગીતોએ ગુંજી રહ્યા હતા. આપણે જાણીએ છે કે ગુજરાતમાં ચારો તરફ હાલમાં કમાની બોલબાલા છે અમે કલાકારો કરતા લોકો કમાને આમંત્રણ આપી રહ્યા છે. કામને જોઈને કહેવાય કે નસીબ ક્યારે કોના સિતારા ચમકાવી દે તે કહેવુ મુશ્કેલ છે.
હાલમાં તો કમાની બોલબાલા ફરી માર્કેટમાં છે, એ વાત તો સાચી પડી કે ગઈ કારણ કે ભાજપ પાર્ટી જો કમાને પ્રચારમાં રાખી શકતી હોય તો એટલી કલ્પના કરી શકાય કે ગુજરાતમાં કમની લોકપ્રિયતા હવે ગુજરાતી ફિલ્મોના કલાકારો કરતા પણ વધારે છે. હવે જોવાનું રહ્યું કે કમો હજુ ક્યાં ક્યાં ઉમેદવારોનો પ્રચાર કરવા માટે જાય છે.
— Today GUJARAT (@TodayGUJARAT1) November 21, 2022