કૃષિ કાયદા પર કંગના રાણાવતે ફરી એવુ નીવેદન આપ્યુ કે જાણી ને તમે પણ..
બોલીવુડ ની જાણતી હીરોઈન કંગના રાણાવત પોતાના નિવેદનો લઈ ને અનેક વખત વિવાદો મા ઘેરાયેલી રહે છે. ત્યારે તાજેતર મા જ એક નીવેદન આપ્યુ હતુ કે ભારત ને આઝાદી 2014 મા મળી હતી અને લોકો એ તેનો વિરોધ કર્યો હતો ત્યારે ફરી આજે કંગના રાણાવતે વિવિદો નો મધપુડો છેડી દિધો છે.
આજે દેશ ના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી એ કૃષિ કાયદા ને લઈ ને મહત્વ ની વાત કરી હતી જેમા તેવો એ જણાવ્યુ હતુ કે ” હું દેશવાસીઓની માફી માંગુ છું અને સાચા દિલથી કહું છું કે, અમારી તપસ્યામાં કોઈ જગ્યાએ ખોટ રહી ગઈ હશે કે અમે ખેડૂતોને આ કાયદાના ફાયદા સમજાવી શક્યા નથી.” પ્રધાન મંત્રી ની જાહેરાત બાદ અનેક એક્ટરો એ પોતાના મંતવ્ય આપ્યા હતા જેમા કંગના રાણાવતે એવુ નીવેદન આપ્યુ હતુ કે.
કંગનાએ આ નિર્ણય પર નિરાશા અને નારાજગી વ્યક્ત કરતા કહ્યુ છે કે, દુખદ, શરમજનક અને સાવ ખોટો નિર્ણય છે.જો સંસદમાં બેઠેલી સરકારની જગ્યાએ ગલીઓમાં બેઠેલા લોકો કાયદા બનાવવાનુ શરુ કરી દેશે તો આ દેશ પણ જેહાદી દેશ છે. જે લોકો આવુ ઈચ્છી રહ્યા છે એ તમામને અભિનંદન. જ્યારે સોનુ સુદે નિર્ણય ને આવકાર્યો હતો અને કહ્યુ કે.
હવે ખેડૂતો ફરી ખેતરમાં પાછા ફરશે.ખેતર ફરી લહેરાશે, પીએમ મોદીજીનો ધન્યવાદ, આ ઐતિહાસિક નિર્ણયથી પ્રકાશ પર્વ વધારે ઐતિહાસિક બન્યુ છે. જય જવાન- જય કિસાન.