Gujarat

કાનપુરના IT રેડ મા આ ગુજરાતી ઓફીસરે મહત્વની ભુમીકા ભજવી ! જાણો કોણ કે આ ઓફીસર..

ગુજરાતીઓનો દબદબો ચારેતરફ છે. આજે આપણે સૌ કોઈ જાણીએ છે કે, આજના સમયમાં દરેક ક્ષેત્રમાં ગુજરાતીઓ મોખરે છે. ત્યારે આજે અમે આપને એક એવી વાત જણાવશું કે, તમને જાણીને આશ્ચર્ય થશે. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે,કાનપુરના IT રેડ મા આ ગુજરાતી ઓફીસરે મહત્વની ભુમીકા ભજવી ! આ ઓફીસર કોણ છે, એના વિશે અમે વિસ્તૃત માહિતી આપીએ. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, આ યુવાન ગુજરાતી!

આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ તો,જી.એસ.ટી-આઇ.ટી.ના દરોડો કન્નોજમાં પાડવામાં આવ્યો છે. જેમાં પરફ્યુમના વેપારી પિયુષ જૈન પાસેથી 290 કરોડ જેટલું કાળું નાણું હજુ સુધી મળી આવ્યું છે તેમજ હજુ લન દરોડાની કામગીરી ચાલુમાં છે. આ દરોડામાં મૂળ કચ્છના અમદાવાદ જીએસટી વિભાગમાં ફરજ બજાવતા આઇ.આર.એસ. ધર્મવીરસિંહ રણજીતસિંહ જાડેજા પોતાની મહત્વની ભૂમિકા ભજવી છે.

આ ઘટનામાં 60 કલાક થી વધારે સમય ચાલ્યો હતો અને આ દરોડામાં મુખ્ય ભાગ ભજવનાર મૂળ ભચાઉ તાલુકાના મોટી ચિરાઈ ગામના અને વ્યવસાય અર્થે અંજારમાં સ્થાયી થયેલા રણજીતસિંહ જાડેજાના સુપુત્ર ધર્મવીરસિંહ જાડેજાએ એકથી દસ ધોરણ સુધી અંજારની ખાનગી શાળામાં અભ્યાસ કર્યા બાદ ધો 11 અને 12 કોમર્સ ગાંધીધામ અને કોલેજ અમદાવાદમાં પૂર્ણ કરી છે. જે બાદ યુ.પી.એસ.સી.ની તૈયારી કરેલ હતી અને યુ.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કર્યા બાદ હાલ અમદાવાદમાં જી.એસ.ટી. વિભાગમાં જ આઈ.આર.એસ. અધિકારી તરીકે ફરજ બજાવે છે.

દેશમાં અત્યાર સુધીના સૌથી મોટા વસ્તુ અને સેવા ઉપકર તેમજ આયકર વિભાગના દરોડા અંગે મળતી માહિતી મુજબ કાનપુર ખાતે કન્નોજમા પાડવામાં આવેલા આ દરોડામાં હાલે 27 અધિકારીઓ કુલ 19 મશીનો સાથે ઝડપાયેલા નાણાંની ગણતરી કરી રહ્યા છે. આરોપી પિયુષ જૈનએ ફૂલ 18 લોકરમાં નાણાં રાખવામાં આવ્યા હતા.જેના માટે 300 ચાવીઓ હતી. જે લોકરને ગેસ કટરની મદદથી તોડવામાં આવી હતી. આમ આ અધિકારીઓ દિવસ રાત જોયા વિના પોતની ફરજ બજાવીને આ યુવાને ગુજરાતનું નામ રોશન કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!