બ્રેન ડેડ કનુભાઈ પટેલના લીધે પાંચ લોકો ને નવુ જીવન મળશે ! સુરત મા અંગદા..
સૂરત શહેર અંગદાનમાં મોખરે છે. ત્યારે હાલમાં જ એક બાપા નાં લીધે પાંચ લોકો નો જીવ બચી ગયો. ચાલો ત્યારે અમે આપને આ સરહાનીય ઘટના વિશે માહિતગાર કરીએ.મૂળ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના રૂપાવટી ગામના વતની અને સુરતની સ્નેહમુદ્રા સોસાયટી, મોટા વરાછા ખાતે રહેતા કનુભાઈને મંગળવાર તા.18 જાન્યુઆરીના રોજ સાંજે 6.30 કલાકે લકવાનો હુમલો થતા તેઓને કિરણ હોસ્પીટલમાં ન્યુરોફીજીશિયન સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા.
નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. સર્જરી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દુર કર્યો હતો.તા.૨૦ જાન્યુઆરીના રોજ ડોક્ટરોએ કનુભાઈને બ્રેનડેડ જાહેર કરતા પરિવારજનોએ અંગદાનની ઈચ્છા વ્યક્ત કરી. કનુભાઈના પુત્રો એ વિચાર વિમર્શ કરી કિડની અને લિવરના દાનની સાથે હાથના દાનની પણ સંમતિ આપી અને સુરતની કિરણ હોસ્પિટલથી મુંબઈનું 292 કિ.મીનું અંતર હવાઈ માર્ગે 75 મીનીટમાં કાપીને બંને હાથનું ટ્રાન્સપ્લાન્ટ મહારાષ્ટ્રના બુલધાનાની રહેવાસી 35 વર્ષીય મહિલામાં મુંબઈની ગ્લોબલ હોસ્પીટલમાં કરવામાં આવ્યા છે.
ત્રણ વર્ષ પહેલા કપડા ચુકવતા વીજ કરંટ લગવાને કારણે તેના બંને હાથ કપાઈ ગયા હતા તેના પતિ કરીયાણાની દુકાનમાં કામ કરે છે, તેમને છ અને આઠ વર્ષની બે દીકરી, ચાર વર્ષનો દીકરો છે. હાથના ટ્રાન્સપ્લાન્ટની મુંબઈની પાંચમી અને દેશની વીસમી ઘટના.લિવરનું ટ્રાન્સપ્લાન્ટ દાહોદના રહેવાસી 32 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ડૉ.દિવાકર જૈન અને તેમની ટીમ દ્વારા, બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરેન્દ્રનગરની રહેવાસી ૪૫ વર્ષીય મહિલામાં અમદાવાદની IKDRC માં ડૉ.પ્રાંજલ મોદી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું.
ખરેખર સુરત શહેર અંગદાનમાં મોખરે છે અને આ અંગદાનમાં કનુભાઇનો પરિવાર પણ જોડાયો. કનુભાઈનાં પરિવાર વિશે વાત કરીએ તો તેમના પરિવારમાં એમના પત્ની શારદાબેન, એક પુત્રી અને ત્રણ પુત્રો છે.જેઓ ડાયમંડ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. અંગ દાન કરતી વખતે પુત્રોએ જણાવ્યું હતું કે પિતાજી જીવનમાં હંમેશા બીજાને મદદરૂપ થવા તૈયાર રહેતા હતા. શરીર તો બળીને રાખ જ થઇ જવાનું છે ત્યારે કોઈ જરૂરિયાતમંદ દર્દીને નવુંજીવન મળે અને તેના પરિવારના જીવનમાં ખુશાલી આવે તો અમૂલ્ય અંગદાન અવશ્ય કરવું જોઈએ.