“ધ કાશ્મીર ફાઈલ” ફીલ્મ અંગે મોરારી બાપુ નુ ચોંકાવનારું નીવેદન કહ્યુ કે આ ફિલ્મ..
હાલ ના સમય મા એક ફીલ્મ કે જેનુ નામ ” ધ કાશ્મીર ફાઈલ” જેની ચર્ચા ઓ ચારે કોર છે કહેવામાં આવી રહ્યુ છે કે આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. જયારે 1990 મા કાશ્મીર મા જે ઘટના બની હતી તેના પર આ ફિલ્મ બની છે ત્યારે થીયેટરમા આ ફિલ્મ જોવા માટે લોકો ની ભીડ જોવા મળી રહી છે ત્યારે ઘણા લોકો આ ફિલ્મ જોવા માટે પણ અવનવી ઓફરો મુકી રહ્યા છે ત્યારે અનેક લોકો ના નીવેદનો પણ આ ફિલ્મ ને લઈ ને આવી રહ્યા છે.
કહેવામા આવી રહ્યુ છે કે આ ફિલ્મ મા 30 વર્ષ પેહલાનુ સત્ય ઉજાગર કરવામા આવ્યુ છે ત્યારે આ ફિલ્મ ના વખાણ ખુદ દેશ પી.એમ મોદી એ પણ કર્યા છે. આ ઉપરાંત જો આ ફિલ્મ ની વાત કરવામા આવે તો પ્રથમ અઠવાડીયા મા આ ફિલ્મ 100 કરોડ ની કમાણી એ પહોંચી ગય છે જયારે હજી પણ આ ફિલ્મ થિયેટર મા લોકો જોવા ઉમટી પડયા છે ત્યારે તાજેતર મા જ મોરારી બાપુ એ પણ આ ફિલ્મ ને લઈને એક નીવેદન આપ્યુ હતુ જેમા તેવો એ આ ફિલ્મ ના વખાણ કર્યા હતા.
કથાકાર મોરારી બાપુ એ વ્યાસપીઠ પર બેસી ને ફીલ્મ અંગે કહ્યુ હતુ કે “આ ફિલ્મ આપણા યશસ્વી વડાપ્રધાન સાહેબે પણ વખાણી છે અને આટલા વર્ષો જુનુ સત્ય જે ધરબી રાખવામા આવાલુ કે આપણી શુ સ્થિતી થયેલી હતી, કાશ્મીરી પંડિતોની એ જે બતાવ્યું છે…. એ ફિલ્મ જોયુ નથી પણ કદાચ હુ જોઈ નહી શકુ એવા દૃશયો એટલે મને કદાચ અઘરુ પડે” આ ઉપરાંત મોરારી બાપુ એ ફીલ્મ મેકર ના પણ વખાણ કર્યો હતા અને લોકો ને આ ફિલ્મ જોવા માટે અપીલ પણ કરી હતી.
બાદ આ ફિલ્મ ને લઈને ઘણો વિવાદ પણ છંછેડાયો છે અને અલગ અલગ લોકો ના અલગ અલગ નીવેદનો આવી રહ્યા છે ત્યારે આ ફિલ્મ બોકસ ઓફીસ પર ખાસી કમાણી કરી રહી છે. આ ફિલ્મ મા અનુપમ ખેર દર્શન કુમાર અને મીથુન લીડ મા જોવા મળે છે.
