કાશ્મીરમાં આવેલ છે, અતિ ચમત્કારી મંદિર! અહીં બિરાજમાન ખીર માતાજી આપે છે, આવી રીતે આપે છે આવનાર સંકતનો સંકેત…
આજ આપણે કાશ્મીરમાં બિરાજમાન કાશ્મીરી પંડિતોના કુલદેવી માતા ખીર ભવાની વિશે જાણીશું. આ મંદિરની ખાસ વાત એ છે કે, કોઈપણ સંકટ આવતા પહેલા આ મંદિર સંકેત આપે છે. આ મંદિરજમ્મુ અને કાશ્મીર રાજ્યના શ્રીનગર જિલ્લામાંથી છૂટા પાડવામાં આવેલા ગંડરબલ જિલ્લામાં આવેલા તુલમુલા ગામમાં એક પવિત્ર પાણીના ઝરા પાસે આવેલું છે. આ સ્થળ શ્રીનગર શહેરની પૂર્વમાં ૧૪ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. ખીરભવાની માતાની પૂજા બધા હિંદુઓ કરે છે.
પરંપરાગત રીતે વસંત ઋતુમાં આ મંદિરમાં માતાને ખીર ચઢાવવાનો રિવાજ ચાલ્યો આવે છે, આથી જ એમનું નામ ખીરભવાની માતા પડ્યું, એમ કહેવાય છે. ખીર ભવાની માતાને મહારજ્ઞા દેવી પણ કહેવામાં આવે છે. તેમજ આ મંદિર સાથે ખાસ વાત જોડાયેલ છે.કાશ્મીર ખીણમાં જ્યારે પણ કોઈ આફત આવે છે, ત્યારે તે પાણીની ટાંકીના રંગમાં ફેરફાર દ્વારા દર્શાવવામાં આવે છે.
આ મંદિરની પાણીની ટાંકી સ્વયં માતા ભવાનીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તે આવનારી પરિસ્થિતિઓને દર્શાવવા માટે તેનો રંગ બદલી નાખે છે. 90ના દાયકામાં જ્યારે કાશ્મીર ખીણમાં સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી, ત્યારે પણ તેનો રંગ કાળો થઈ ગયો હતો. તે સમયે કાશ્મીરમાં પંડિતોનો નરસંહાર થયો હતો અને તેઓ અહીંથી ભાગી ગયા હતા. એ જ રીતે 1999માં કારગિલ યુદ્ધ પહેલા તેનો રંગ લાલ હતો. 2014માં પૂર પહેલા જ તેનો રંગ બદલાઈ ગયો હતો. એટલું જ નહીં પરંતુ કોવિડ પહેલા પણ તેનો રંગ બદલાઈ ગયો હતો
ખરેખર આ ઘટના ખૂબ જ ચમત્કારી છે, જ્યારે પણ કોઈ ખતરો આવવાનો હોય છે ત્યારે તેનો રંગ બદલાઈ જાય છે. પૂર વખતે તેનો રંગ બદલાઈ ગયો હતો. માત્ર કાશ્મીરી પંડિતો જ નહીં પરંતુ સ્થાનિક લોકો પણ તેમાં માને છે. ભક્તોનું માનવું છે કે આ બદલાયેલા રંગને કારણે કાશ્મીરમાં રક્તપાત થઈ રહ્યો છે. હવે માતા પ્રસન્ન થાય તે માટે ભક્તોએ અહીં પૂજા કરવાનું શરૂ કર્યું છે.