ગિરનાર સંત શિરોમણી કાશ્મીરી બાપુ ના સ્વાસ્થય ને લઈ ને મોટા સમાચાર ! બાપુ ની તબીયત હવે…
કુદરતી ગાઢ જંગલોની વચ્ચે જૂનાગઢમાં અતિ પવિત્ર આશ્રમ આવેલ છે, આ આશ્રમમાં જાણે યુગયુગતાંર થી જાણે ધૂણી ધખાવીને બેઠા છે પરમ પૂજ્ય શ્રી કાશ્મીરી બાપુ! ત્યારે હાલમાં જ કાશ્મીરી બાપુની તબિયતને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઘણા વર્ષોથી તેઓ માત્ર ને માત્ર આશ્રમમાં રહે છે, ત્યારે હાલમાં જ તેમની તબિયત ખરાબ થતા તેમને જૂનાગઢ શહેરની કે.જે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતા. ત્યારે ચાલો અમે આપને આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી આપીએ.
જુનાગઢ ગિરનાર ક્ષેત્રમાં લગભગ સદાયે મૌન ધરાવતા અને નાની એવી કુટીરમાં ધુણો ધખાવી દાયકાઓથી આંગતુકોને આશિર્વચન આપી ગરમાગરમ ભરપેટ ભોજન જમાડે ઘે, સાચા સંત તરીકે કાશ્મીરી બાપુ તરીકે જગવિખ્યાત બાપુનું નામ ઓમકારપુરી હોય પરંતુ કાશ્મીરીબાપુ તરીકે જ જાણીતા છે.
એવું કહેવાયમાં આવે છે કે, દાતારના બ્રહ્મલીન પટેલબાપુ સાથેનો અનોખો સબંધ બંને ઓલીયા સંતો એક બીજાને માન આપતા એવા કાશ્મીરીબાપુની તબીયત ગત તા. 5-1ના એકાએક વધુ ખરાબ થતા જુનાગઢની નામાંકિત કે.જે.મલ્ટી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. કાશ્મીરી બાપુના ફેફસાઓની આસપાસ હવા ભરાઇ જવા પામી હતી.ફેફસા લીક થવાના કારણે તબીયત નાજુક હતી..
બાપુની ઉંમર 9૫ વર્ષથી ઉપરની હોય જે ડીફીકલ્ટીને સમજી તજ્ઞન ડોકટર દ્વારા ટીમોએ રાત દિવસની મહેનત બાદ સફળ રહી ફેફસામાં લીક થતા હવા ભરાય જવા પામેલ તે ન્યુમોથોરેસને સફળ રીતે રીપેર કરવામાં એ પણ સહકાર આપતા આજે સવારે 9.30 કલાકે કાશ્મીરી બાપુને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલ. બાપુની તબિયત ખરાબ થતા બાપુની સાથે સેવકગણો, વૃધ્ધ માતાજી નર્મદાપુરી રાત દિવસ હોસ્પિટલમાં સાથે રહ્યા હતા.
ભગવાનની પરમ ઉપાસના અને ભક્તોની પ્રાર્થના થકી અને ડોક્ટરોની અથાગ મહેનત થકી બાપુ સ્વસ્થ થઈ ગયા.કે.જે.હોસ્પિટલમાંથી સૌ કોઈએ બાપુના આશિર્વાદ લઇને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કે.જે.હોસ્પિટલની એમ્બ્યુલન્સ દ્વારા ભવનાથ ગીરનારના જંગલમાં આવેલ આશ્રમ ખાતે લઇ જવાયા છે. જંગલમાં કુટીર વચ્ચે મોટી ખાઇ છે, તેને પાર કરવા સેવકગણે કઇ રીતે બાપુને તેમની કુટીરે પહોંચાડયા તેની તૈયારીઓ કર્યાનું જાણવા મળેલ છે.