Gujarat

કચ્છ ના ચાર ચોપડી ભણેલા પાબીબેન ની હસ્ત કલા ની બ્રાંડ ની દેશ વિદેશ મા છે બોલબાલા પી.એમ મોદી પણ…

આજના સમયમાં પરુષો કરતાંય વધુ સ્ત્રીઓ આગળ નીકળી ગઈ છે, ત્યારે આજનાં સમયમાં સ્ત્રીઓ દેશ વિદેશમાં ભારતનું ગૌરવ વધારી રહી છે. માત્ર શહેરની મહિલાઓ જ નહીં પરંતુ ગામડાઓની મહિલા પોતાનું આગવું સ્થાન ધરાવી રહી છે. ત્યારે આજે આપણે વાત કરીશું કચ્છ ની એક એવી મહિલા વિશે જેના કામની સરહાનીય પધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજી પણ કરી છે. આજે પાબી બેન રબારી હસ્તકલાના આંતરરાષ્ટ્રીય બ્રાન્ડએમ્બડસર છે.

કચ્છની એક સામાન્ય મહિલા અને ગરીબ પરિવારના પાબીબેને પોતાના વતનની એમ્બ્રોડરીને પાબીબેન ડોટ કોમના માધ્યમી વૈશ્વિક કક્ષાએ પહોંચાડી, પાબી બેગ્સને દેશ વિદેશમાં લોકપ્રિયતા અપાવી છે. હાલમાં પાબીબેને ભરતકામ ક્ષેત્રે ક્રાંતિ સર્જીને સમગ્ર ગામને રોજગારી અપાવી રહ્યા છે અને મહિલાઓ માટે પ્રેરણાદાયક બન્યા.

પાબીબેન કચ્છની ઢેબરિયા રબારી કોમના છે. કચ્છના નાનકડા ગામમાં ઘણા સંધર્ષો સાથે પાબીબેનનું બાળપણ વીત્યું. પાંચ વર્ષની વયે પિતાનું મૃત્યુ થયું, માતાને મજૂરીકામમાં મદદ કરતા અને આર્થિક તંગીના કારણે તેઓ માત્ર ચાર ધોરણ ભણી શક્યા. પણ, જેમ સંગીતને કોઈ સીમાળા નથી નડતા તેવી જ રીતે પાબીબેનની કલા ને પણ કોઈ સીમાડા નથી નડતા. તેઓ તેમની કલાકારીગરીના માધ્યમથી વિદેશી લોકો સાથે સરળતાથી વાતચીત કરી શકે છે અને બિઝનેસ પણ!

 

ઢેબરિયા રબારી સમાજમાં દહેજ માટે ભારતગૂંથનની ચીજ – વસ્તુઓ – ઘરશણગાર- કપડાં વગેરે તૈયાર કરવાની પ્રથા હતી. કોઈપણ છોકરી આ બધું જ તૈયાર ન કરે ત્યાં સુધી તેને સાસરે વળાવવામાં ન આવતી. રબારી સમાજના આગેવાનોએ વર્ષ ૧૯૯૦ના દાયકામાં આ પ્રથા બંધ કરી – ભરતકામ પર પ્રતિબંધ મૂકી દીધો. રબારી સમાજની મહિલાઓ આ નિર્ણયથી ખુશ થવાને બદલે નાખુશ હતી –

કેમકે ભરતગૂંથણની વસ્તુઓ સોના – ચાંદીના દાગીનાને ટક્કર માટે તેટલી સુંદર બનતી, અને ભારતનો શણગાર કોઈપણ મહિલાને આર્થિક રીતે પોસાય તેમ હતો.પોતાની ભરતકામની પરંપરા સંપૂર્ણપણે બંધ ન થઇ જાય અને પોતાનાઓ શણગાર પણ ટકી રહે તે માટે રબારી મહિલાઓએ વિવિધ લેસનો ઉપયોગ કરી પોતાના કપડાં બનાવવાનું શરૂ કર્યું. જે કળા ‘હરી જરી’ તરીકે ઓળખાવા લાગી.

આજ સમય હતો, કે જ્યારે પાબીબેને ‘હરી જરી’નો ઉપયોગ કરી પોતાના માટે બેગ બનાવી. જોકે તેમણે બનાવેલી બેગ પાબીબેન ખુદને જ આકર્ષક ન લાગી. ત્યારે પાબીબેન ખુદ માર્કેટમાં ગયા અને વિવિધ લેસ અને જરી ખરીદીને એક નવી બેગ તૈયાર કરી. જેને પાબીબેગ નામ આપ્યું.આ વાત પાબીબેનને ખુબ ગમી અને પોતના

 

ગામની અન્ય કારીગર મહિલાઓ સાથે તેઓએ પોતાનો ઉદ્યોગ ૩-૪ બેગની વેરાઈટી સાથે શરુ કર્યો. પણ તેમને ઘેર આવેલા વિદેશી મહેમાનોને આ બેગ પસંદ પડી અને વર્ષ ૨૦૦૩થી પાબીબેગ્સ પ્રચલિત બની આને આજે આંતરરાષ્ટ્રીય બજારમાં બેગ લોકપ્રિય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!