Viral video

વ્યાસપીઠ પર થી આ શુ બોલી ગયા કથાકાર ! રામકથા, કથાકારે કહ્યું કાયર હિંદુઓ જાગો અને…

કથા એક એવું માધ્યમ છે, જેના દ્વારા શ્રોતાગણને સામાજીક અને ધાર્મિક સંદેશો આપી શકાય છે. આપણા હિન્દૂ ધર્મમાં અનેક કથાઓ યોજાય છે, જેમાં મુખ્યત્વે શ્રી રામ કથા તેમજ શ્રીમદ ભાગવત કથા અને શિવ કથાનું આયોજન કરવામાં આવતું હોય છે. વ્યાસપીઠ પર બિરાજમાન કથાકાર તમામ ભક્તોને કથા સંભાળવે છે અને સાથો સાથ જીવનમાં ઉપયોગી ઉપદેશો આપે છે, જેના દ્વારા શ્રેષ્ઠ જીવનનું ઘડતર થાય. કહેવાય છે ને કે, પાંચ આંગળીઓ સરખી ન હોય.

આજના સમયમાં ઘણા એવા કથાકારો છે, જે લોકોના ધાર્મિક અને સામાજિક શીખ આપવાને બદલે ધર્મ વિરુદ્ધ ઉશ્કેરે છે. હાલમાં જ એક કથાકારે વ્યાસપીઠ પર બિરાજમાન થઈને એવા શબ્દોનું ઉચ્ચારણ કર્યું, જેને સાંભળીને તમને પણ ક્રોધ આવશે કે, આખરે કોઈ કથાકાર આવા શબ્દો કંઈ રીતે બોલી શકે. જીવનમાં ભજન ભક્તિ અને શાંતિ તેમજ અહિંસા અને સંયમનો માર્ગ ચીધવો જોઈએ એના બદલે હિંસા કરવાનું કહી રહ્યા છે.

હાલમાં સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે, મધ્ય પ્રદેશમાં યોજાયેલ શ્રી રામકથા માં કથાકારે વ્યાસપીઠ પરથીકહ્યું કે ડરપોક, કાયર હિંદુઓ જાગો અને પત્થર ફેંકનારના ઘરે બુલડોઝર ચલાવો. આમ પણ સમય આવી ગયો છે,બધા હિંદુઓ શસ્ત્ર ઉઠાવો. તેમજ તેમણે એવું પણ કહેલું કે મારી પાસે અત્યારે પૈસા નથી, નહીં તો હું પણ આવા લોકો પર બુલડોઝર ફેરવવા આતુર છું.

આ સમય દરમિયાન કથા સાંભળનારાઓ પણ જાણે મહારાજ શ્રી ભક્તિની વાતો કહી રાજ્ય હોય એમ તાળી પાડી રહ્યા છે. ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવનારી છે અને શરમજનક પણ કારણ કે, ધર્મના રક્ષક જ આવી રીતે લોકોને હિંસાનો માર્ગ ચીંધે તો કંઈ રીતે ચાલે? સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, આ કથાકાર મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લાના પ્રખ્યાત બાગેશ્વર ધામના પૂજારી અને કથાકાર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી છે.

તેમણે બોલવામાં હદ તો ત્યારે વટાવી જ્યારે તેમણે કહ્યું કે,
હું પણ બુલડોઝર ખરીદવાનો છું, એટલા પૈસા નથી નહીંતર આપણે પણ બુલડોઝર ખરીદીશું અને રામના કામ પર, સનાતની મહાત્મા, સનાતની હિંદુઓ પર પત્થર ફેંકનારના ઘર પર બુલડોઝર ચલાવીશ. સરકાર આખરે કયાં સુધી બુલડોઝર ફેરવશે, તેના માટે હિંદુઓએ બુલડોઝર ફેરવવા માટે આગળ આવવું પડશે.

આ કથાકાર વિશે જાણીએ તો, તેઓ છતરપુર જિલ્લાનાં
બાગેશ્વર ધામના પૂજારી અને વક્તા છે. તેઓ સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ એક્ટીવ રહે છે અને એમના અનુસરોની સંખ્યા કરોડોમાં છે. તેમને ખૂબ જ ઓછા સમયમાં ખૂબ જ સફળતા અને નામના મેળવી છે. જાણવા મળ્યું છે કે, તેમની પાસે એવી શક્તિ છે કે કોઈ પણ વ્યક્તિ સાથે વાત કર્યા વિના તે વ્યક્તિની સમસ્યા જણાવે છે. આજ કારણે દર મંગળવારે પંડિત ધીરેન્દ્ર છત્તરપુર જિલ્લાના ગડા ગામમાં  દરબાર રાખે છે. અલગ અલગ દેશના લોકો તેમની સમસ્યા દૂર કરવા જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!