ખજુર ભાઈ જીગ્નેશ કવિરાજ ની ખબર પુછવા પહોચ્યા અને સાથે ફેસબુક પોસ્ટ કરી ને એવુ લખ્યું કે…
ગુજરાતનાં લોકપ્રિય કલાકાર જીગ્નેશ કવિરાજની હાલમાં તબિયત ખરાબ હોવાને લીધે ઘરે જ આરામ કરી રહ્યા છે, ત્યારે ગુજરાતી કલાકારો તેમનાં ખબર અંતર પૂછવા માટે તેમક રુબરુ મુલાકાત લઇ રહ્યા છે, ત્યારે હાલમાં જ ગુજરાતી હાસ્ય કલાકાર અને સમાજ સેવક ગણાતા ખજૂરભાઈ જીગ્નેશ કવિરાજની મુલાકાત લીધી છે, ત્યારે તેમને બંનેની તસ્વિરો શેર કરીને કેપ્શનમાં જે લખ્યું છે, તે ખૂબ જ ઉમદા અને સત્ય લખ્યું છે, આ કૅપશન વાંચીને તમે પણ વિચારમાં પડી જશો.
જીગ્રેશ કવિરાજ સાથે શૂટિંગ દરમિયાન અકસ્તમાત બનેલ ત્યારે તેમણે એક Instagram પોસ્ટ કરી હતી જેમા પોતાના ચાહકો જણાવ્યુ હતુ. અને પોસ્ટ મા લખ્યુ હતુ. કે “તારીખ 1-4-2022 ના રોજ એક ફિલ્મ ના શુટીંગ દરમ્યાન બાઈક દ્વારા અક્સમાત થયેલ હોવાથી હાથ અને પગ મા ફેકચર થયેલ છે. ડોક્ટરે દોઢ મહીના આરામ કરવાનુ કહેલ હોવાથી લાઈવ પ્રોગ્રામ કે કોઈ કાર્યક્રમ મા હાજરી આપી શકાશે નહી. આપના સાથ અને સહકાર ની અપેક્ષા – ગાયક જીગ્નેશ બારોટ.
સુત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, કવિરાજની ફીલ્મ નુ શુટીંગ ચાલી રહ્યુ હતુ ત્યારે બુલેટ થઈ અક્સમાત થયો હતો જેમા હાથે અને પગે ઘણી ઈજા થય હતી બાદ મા તેવો ને હોસ્પિટલે ખસેડવા મા આવ્યા હતા અને હાલ સ્થિતી સારી છે અને પોતાના ચાહક વર્ગ ને સંદેશો આપ્યો હતો.બસ આ ઘટના પછી તો અનેક મહાનુભાવો તેમજ તેમના શુભચિતકો અને ગુજરાતી ગાયલ કલાકારો ખબર અંતર પૂછવા તેમના ઘરે પોહચ્યાં હતા અને દરેક કલાકાતો આ અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કરી હતી.
હાલમાં જ ગુજરાતનાં કોમેડી કિંગ અને સમાજસેવક સમાન ખજૂરભાઈ કવિરાજની રુબરુ મુલાકાત લઈને તેમના ખબર અંતર પુછેલ અને આ યાદગાર પળને તેમને સોશિયલ મીડિયામાં શેર કરી હતી.તેમણે ફોટોઝ સાથે લખ્યું કે, જોગા નું જોગ આજે ત્રણ સિંહ ભેગા થય ગયા…😀 “Get Well Soon Bro” ખરેખર આ એક ખૂબ જ રમુજી વાત કરી. તેમના ચાહક ગણો એ આ પોસ્ટ પર ખૂબ જ રમુજી પ્રતીક્રિયાઓ આપી છે તેમજ કવિરાજ જલ્દી સ્વસ્થ થઈ જાય એવી સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યું છે.
