ભાવનગરના ખેડૂત પુત્રેએ કેબીસીમાં અમીતાબ સામે સવાલોન જવાબ આપી જીતી આટલી રકમ! આ પૈસાથી તે…
હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્ર આ યુવાનની ચર્ચાઓ થઈ રહી છે.ભાવનગરના આનંદનગર વિસ્તારના શ્રમજીવી સોસાયટીમાં રહેતા વિમલ કાંબડ નામના યુવાન એક મધ્યમ વર્ગ પરિવારમાંથી આવતા યુવાનના કિસ્મતના દરવાજા ખુલી ગયા. હાલમાં જ તેને કેબેસીમાં એટલી રકમ જીતી કે જાણીને તમે પણ ગર્વ અનુભવશો. આપણે જાણીએ છે કે યુવાને અમિતાભ બચ્ચન સામે હોટ સિટ પર બેસવાનું સ્વપ્ન જોયેલું અને તે આખરે તેની ધગશ અને સતત આ દિશાની મહેનતને લીધે સાકાર થયું છે.
વિમલ કાંબડ ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટમાં વિજેતા થઇ ગયો છે, ત્યારે તે તા.16 અને તા.17 ઓગસ્ટે આ યુવાન બીગ બી સામે હોટ સીટ પર બેસીને સવાલોના જવાબ આપ્યા હતા. યુવાન આ એપિસોડમાં સવાલના જવાબમાં વિમલ કહે છે કે, “હવે મારા લગ્ન ન થાય કે કોઇ ના પાડે તેવું શક્ય નથી. કારણ કે, આપ એટલે કે અમિતાભ બચ્ચને મારું માર્કેટીંગ ર્ક્યું છે.”
ખાસ વાત એ કે વિમલે 13 તબક્કા પસાર કર્યા હતા. બાદમાં 14 પ્રશ્ન રૂ.50 લાખનો હતો જેમાં પૂછાયું હતુ કે ક્યા ભારત રત્ન વિજેતા મહાનુભાવનો જન્મ અને ભારતમાં થયો નથી. તેના વિકલ્પમાં મધર ટેરેસા, લાલ બહાદુર શાસ્ત્રી, મૌલાના અબુલ કલામ આઝાદ અને જે.આરટી ટાટા હતા. તેમાં વિમલને થોડી દ્વિધા થતા અને ગુચવાતા આખરે તેણે ગેઇમ છોડી હતી અને રૂ.25 લાખના વિજેતા થયા હતા.
આ પ્રશ્નનો સાચો જવાબ જેઆરડી ટાટા હતો અને તે પોતે મધર ટેરેસા એમ વિચારતો હતો તેમ એક વાતચિતમાં જણાવ્યું હતુ. ધોળકા ખાતે કોર્ટમાં ફરજ બજાવતા વિમલ કાંબડ હવે પોતાના સ્વપ્નને સાકાર કરશે. જાણીતા કલાકાર જીતુ જેકસનના મિત્ર નારણભાઈ વિમલના પિતા છે અને તેના પરિવારજનો ખેતીવાડી સાથે સંકળાયેલા છે.
