Gujarat

ગુજરાતી મહિલા KBCમાં કર્યો આવો કમાલ! 50 લાખના સવાલ ભર્યું આવું પગલું કે…

આજના સમયમાં પુરુષો કરતાંય વધુ સ્ત્રીઓ સૌથી આગળ નીકળી રહી છે. ત્યારે હાલમાં જ એક ઘટના બની છે, જેનાં લીધે સૌ કોઈ ચોંકી ગયા છે. ખરેખર આ કોઈ સામાન્ય વાત નથી. હાલમાં જ ગુજરાતનાં એક નાના એવા ગામમાંથી નીકળીને મહિલાએ કોણ બનેગા કરોડ પતિ શોમાં પહોંચી અને એટલા પૈસા જીતી કે તમને જાણીને આશ્ચર્ય થશે. ખરેખર આ વાત ખૂબ જ ઉમદા અને શ્રેષ્ઠ છે.જીવનમાં દરેક સપનાઓ પૂર્ણ થઈ શકે છે. જો તમે ઇચ્છો તો કોઈપણ અશક્ય કાર્ય શક્ય બની શકે છે.

કચ્છમાં મહેસૂલ શાખાની સબ રજિસ્ટ્રાર કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા જયશ્રીબા ગોહિલે આ શોમાં ભાગ લઈ રૂ. 25 લાખની રકમ જીતી હતી. કોન બનેગા કરોડપતિના ગુરૂવારના એપિસોડમાં પોતાના પ્રિય અભિનેતા સામે હોટ સીટ પર બેસવામાં સફળ થનારા ભુજના જયશ્રીબા ગોહિલે 7 લેવલ પાર કરીને હોટ સીટ પર બેસવાનો મોકો મળ્યો હતો અને કુલ 13 પ્રશ્નોના સાચા જવાબ આપીને જયશ્રીબા પાસે લાઇફલાઇન હોવા છતાં તેમણે ગેમ ક્વિટ કરી હતી અને આ જોઈને અમિતાભને પણ નવાઈ લાગી હતી.

50 લાખના સવાલ પર એક લાઇફલાઇન બાકી હતી, છતાં ગેમ ક્વિટ કરી હતી. જીતેલી ધનરાશિથી હોમ લૉન ભરશે તેમજ બર્ફીલા પ્રદેશમાં બહાર ફરવા જશે. મહાનાયક અમિતાભ બચ્ચનને કચ્છ આવવા આમંત્રણ પણ આપ્યું હતું. 14મો પ્રશ્ન ભારતના સૌથી મોટા પતંગિયાનું નામ શું છે? તે પૂછવામાં આવ્યું હતું પરંતુ તે એક જવાબ માટે નિશ્ચિત ન હતા કારણ કે જુલાઈ માસમાં નવો પતંગિયુ શોધાયું હતું.

આ 14મો સવાલ 50 લાખ રૂપિયાનો હતો અને તેમની પાસે એક લાઇફલાઇન પણ હતી. 50 લાખના સવાલનો સાચો જવાબ આપીને તેઓ સરળતાથી 15મા સવાલ સુધી પહોંચી શકતાં હતાં, જોકે જયશ્રીબાએ 14મો સવાલ ક્વિટ કર્યો હતો. આ સમયે તેમની પાસે ’50-50 લાઇફલાઇન’ પણ હતી. તો આ લાઇફલાઇનનો ઉપયોગ કરીને 50 લાખ રૂપિયા જીતી શક્યાં હોત. જોકે તેમને સાચો જવાબ ખબર જ ના હોવાથી તેમણે ગેમ ક્વિટ કરી હત હવે તેઓ જીતેલ રકમમાંથી હોમ લોન ભરશે અને બર્ફીલા પ્રદેશમાં ફરવા જશ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!