ખજુરભાઈ દુબઈ પ્રવાસે ગયા અને સાથે એવા વ્યક્તિઓ ને લઈ ગયા કે બીજુ કોઈ કલાકાર આવુ કરવાનુ પણ ના વિચારી શકે
ગુજરાતમાં લોકપ્રિય કોમેડી કિંગ તરીકે ઓળખાતા ખજૂરભાઈ સતત ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એકવાર ખજૂર ભાઈ ચર્ચાનો વિષય બન્યા છે. કહેવાય છે ને કે, ખજૂરભાઈ ગુજરાતીઓના હૈયામાં એવા વસી ગયા છે કે તેમનું નામ આવતાની સાથે જ સૌ કોઈને ચહેરા પર સ્મિત રેલાય જાય. આમ પણ કહેવાય છે ને કે, કલા અને વ્યક્તિત્વ એવું હોવું જોઇએ કે, તે સામે વાળા વ્યક્તિનાંમાં તમારી એક ઉમદા છાપ છોડી જાય.
આજે આપણે વાત જ્યારે ખજૂરભાઈની કરી રહ્યા છીએ, ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે ખજૂરભાઈ હાલમાં દુબઇ પ્રવાસ પર ગયા છે. હવે આ વાત સાંભળીને તમે કહેશો કે એમાં શું મોટી વાત છે! તમને જણાવી દઇકે કે ખજૂરભાઈ એવા વ્યક્તિઓને સાથે લઈ ગયા છે કે, આજ સુધી બીજા કોઈ કલાકાર એ પણ આવું નહીં કર્યું હોય. આપણે જાણીએ છે કે, જ્યાર થી લોકડાઉન પડ્યું હતું ત્યાર થી ખજૂરભાઈએ સેવાના કાર્ય શરૂ કરેલ.
વાવાઝોડા દરમિયાન તેમણે અનેક સેવાઓ કરી અને ખાસ તો તેમને લોકોને ઘર બનાવી આપ્યા અને હાલમાં પણ તેઓ નિ:સહાય લોકોની મદદ કરી રહ્યા છે, તેમજ તેમણે પોતાના પિતાશ્રીની સ્મારણર્થે વૃદ્ધાઆશ્રમનું નિર્માણનું કાર્ય શરૂ કરેલ છે. ત્યારે ખરેખર આ કાર્ય ખૂબ જ સરહાનીય છે. ખજૂરભાઈ આજે ગુજરાતનાં સૌથી લોકપ્રિય કલાકારો પૈકી એક છે અને તેમની પાસે અઢળક સંપત્તિ હોવા છતાં પણ સાદગી ભર્યું જીવન જીવે છે.
હાલમાં તેઓ દુબઇનાં પ્રવાસે ગયેલ છે, ત્યારે તેમની સાથે જે લોકોને તે દુબઇ લઈ ગયા છે, તે વ્યક્તિઓ એવા છે કે તેમણે ગુજરાતનાં બહાર પગ પણ નહિ મુક્યો હોય પરંતુ ખજૂરભાઈએ લીધે તેઓ આજ દુબઇ અને અન્ય વિદેશમાં પણ સફર કરશે. ખરેખર ખજૂરભાઈ એ સાબિત કરી બતાવ્યું છે કે, જીવમમાં વ્યક્તિ કોઈપણ ઊંચા હોદ્દે કેમ ન આવી જાય પણ ક્યારેય અભિમાન ન આવું જોઈએ. તેઓ દુબઈના પ્રવાસે ગયા છે, તો તેમની સાથે તેમના ટીમના દરેક સભ્યો સાથે છે.
આ સભ્યોમાં તો બે વરિષ્ઠ લોકો છે જેમાં એક વૃદ્ધ બાપા પણ છે, જેમનાં માટે તો દુબઇ દર્શન જીવનનું અમૂલ્ય સભરાણું બની રહેશે. ખરેખર ખજરૂભાઈના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે કે, તેઓ પિતાના ટીમ મેમ્બર્સ ને ખૂબ જ માન સન્માન આપે છે અને પોતાનું પરિવાર જ સમજે છે. હાલમાં સોશિયલ મીડિયામાં ખજુરભાઈ ની દુબઈ સફરની તસવીરો વાયરલ થઈ રહી છે.