ખજૂરભાઈએ પોતાના સાથે કામ કરતાં દેવી ફુઈને એવી સરપ્રાઈઝ આપી તેઓ પોતાની આંખોમાંથી આંસુઓ ન રોંકી શક્યા!તમે ભાવુક થઈ જશો.
કહેવાય છે કે,કોઈના ચહેરા પર સ્મિત લાવવું એ કોઈ સામાન્ય વાત નથી. ઘણા ઓછા લોકો હોય છે જેઓ બીજા વ્યક્તિઓની ખુશીઓનું કારણ બની શકતા હોય છે. એવા જ એક વ્યક્તિ એટલે ખજૂરભાઇ! આપણે ખજૂરભાઈને દરેક કાર્ય વિશે જાણીએ છીએ, ત્યારે હાલમાં જ એક કાર્ય નાં ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. તમને આ કાર્ય જાણીને ખુશી થશે અને તમને પણ આ સરપ્રાઈઝ જોઈને આંખમાં આંસુઓ નહીં રોકી શકો.
હાલમાં જ દિવાળીના તહેવારો પુરા થયા છે, ત્યારે ખજૂરભાઈ તેમના એક નવા ટીમ મેમ્બર દેવી ફુઈને નવા વર્ષના શુભ અવસર પછી એક ખાસ ગિફ્ટ આપી છે. આ ગિફ્ટ જોઈને તમને પણ આશ્ચય થઈ જશે. તમે વિડિયોમાં જોઈ શકો છો કે, ખજુર ભાઈ દેવી ફુઈને હાથમાં ગિફ્ટ આપે છે, ત્યારે તેમના ચહેરા પર સ્મિત રેલાઈ જાય છે ત્યારે તેઓ પૂછે કે આમાં શું છે? ખજૂરભાઈ કહે કે તમારા માટે બ્રાન્ડેડ ચમ્પલ છે. જેઓ બોક્સ ખુલે છે તો એની અંદર બીજું બોક્સ નીકળે છે.
આ જોઇને દેવી ફુઈ ભાવુક થઈ જાય છે, કે આજ સુધી મને કોઈ ગિફ્ટ કે કંઈ આપ્યું નથી તો હું ગેસ ન કરી શકું કે તમે મને શુ આપ્યું હશે.આખરે અંતિમ બોક્સ જ્યારે દેવી ફુઈ ખોલે છે તો તેમની આંખોમાંથી આંસુઓ વહેવા લાગે છે અને તેઓ કહે છે કે હું આ ગિફ્ટને લાયક નથી. ખરેખર ખજુર ભાઈ તેમને આઈફોન ગિફ્ટમાં આપ્યો હતો અને આ લાખો રૂપિયાની કિંમતનો આઈફોન જોઈને તેઓ ભાવુક થઇ ગયા.
આ જોતા જ તેઓ રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે મારા 18 વર્ષના જીવનમાં કોઇ મામૂલી વસ્તુઓ નથી આપી જ્યારે તમે મને આટલી કિંમતી ગિફ્ટ આપી. ખજૂરભાઈને કહે છે કે તેમના જીવનમાં તેમને ખૂબ જ સંઘર્ષ કરેલ છે. ભજીયા વેચવા જતા તેમજ ચા અને લોકોના ઘરે કામ કરવા જતાં અને શાળામાં નોકરી કરેલ ભલે જાજું ભણેલા ન હતા છતાંય પણ તેમને ખૂબ જ મહેનત કરી અને તેમના સાસરિયામાં ખૂબ જ દુઃખ હતું અને વારંવાર પતિના હાથનો માર ખાતા અને એવા સમયમાં પિયરમાં કોઈ સાચવવા તૈયાર નહીં.
આ દુઃખ જ્યારે તમે સાંભળશો તો તમારી આંખમાં આંસુઓ આવી જશે.ખરેખર ખજૂરભાઈ તેમને ભેટી પડે છે અને કહે છે કે, આ કોઈ તમારા પર ઉપકાર નથી પરંતુ આ તમારો હક છે અને તમે જે જીવમમાં સંઘર્ષ કર્યો છે, તેનું જ આ પરિણામ છે. ખરેખર ખજુરભાઈ ની આ સરપ્રાઈઝ ગિફ્ટ થકી સૌ કોઈને એક ઉમદા સંદેશ આપ્યો છે કે, કોઈપણ વ્યક્તિનાં જીવનમાં સુખનું કારણ બનવું એજ મહત્વનું છે.
