ખજુર સાથે કામ કરી ચુકેલ જીગલી એ ખજુરભાઈ વિશે એવી વાત કહી કે જાણી ને આંચકો લાગશે….
આપણે સૌ કોઈ જાણીએ છે કે, ખજૂરભાઈની લોકપ્રિયતા ગુજરાતભરમાં છે. એક સમય એવો હતો જ્યારે સૌથી પહેલા ખજૂરભાઈએ ધવલ દોમડીયા સાથે કોમેડી વિડીયોના જોવા મળ્યા અને કોઈ કારણોસર તેઓ બંને અલગ પડ્યા અને ત્યારબાદ તેમને પોતાની નવી યુટ્યુબ ચેનલ શરૂ કરી અને કોમેડી વીડિયો બનાવવાનું શરૂ કર્યું આજે સમય જતાં જતાં ખજૂરનું પાત્ર ગુજરાત ભરમાં જાણીતું થઈ ગયું અને ત્યારબાદ તેમની સાથે જિગલીનું પાત્ર પણ એટલું જ લોકપ્રિય બન્યું. ખજુર અને જીગલી ની જોડી ગુજરાતીઓને ખૂબ જ પસંદ આવી પણ બન્યું એવું કે જીગલી નું પાત્ર ભજનાર કલાકાર અંકિત પટેલ અને ખજૂર ભાઈ થી અલગ થઈ ગયા.
ખજૂર અને જિગલીનું પાત્ર સાથે નાં જોવાથી દર્શકોમાં મનમાં એ સવાલ જરૂર આવે કે, આખરે એવું તે શું કારણ છે કે, ખજૂરભાઈ અને જીગલી અલગ પડી ગયા. આજે અમે આપને એ કારણ વિશે જણાવીશું. હાલમાં જ અંકિત પટેલે khabarchhe.com આપેલ ઇન્ટરવ્યૂ દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો છે, તેમજ પોતાના જીવન સંઘર્ષ ની વાત કરી છે. હાલમાં તે શું કરે છે તે પણ જાણીને આશ્ચર્ય પામી જશો કે તેની હાલત હાલમાં કેવી છે.
પહેલા જિગલીનો પરચિય આપીએ તો સુરતનો રહેવાસી અંકિત પટેલ માત્ર 9 ધોરણ સુધી ભણેલો અને જેના પિતા ઓટો રીક્ષા ચલાવતા અને ત્યારબાદ સુરત આવીને રત્નાકલાકાર બન્યા. અંકિતમાં જીવનમાં દુઃખદ બનાવ એ આવ્યો કે 14 વર્ષની ઉંમરે જ તેના પપ્પાનું નિધન થયું અને ત્યારબાદ તેને ભણવવાનું છોડી દીધું કારણ કે પિતાનાં અવસાનને કારણે તેનું મન જ ના લાગ્યું. અનેક જીવનમાં ઉતાર ચઢાવ જોઈને તેને જીવનમાં સફળતા મેળવી અને ખજૂરભાઈ સાથે જીગલીનાં પાત્રમાં લોકપ્રિયતા મેળવી પરતું એ બધું જ થોડા સમય માટે જ રહ્યું.
ખજૂરભાઈ થી અલગ થયા પછી અંકિત ખૂબ જ મુંઝવણમાં મુકાયા કે હવે આગળ શું કરીશ અને ત્યારે તેને પોતાની અંદર છુપાયેલ કલા વિશે જાણવા મળ્યું અને તેને રેપર સોંગ હાર ના માનશો ગાયું અને આ સોંગમા તેને પોતાની દિલની વાત કરી અને ખજૂર જીગલી શા માટે અલગ પડ્યા એ જણાવ્યું હતું. અંકિત ખજૂર અને જીગલી શા માટે અલગ થવાના કારણે જણાવ્યું કે, હું માનું છું કે વ્યક્તિને પૈસા થી વધારે પોતાનું સેલ્ફ રિસ્પેક્ટ વધારે મહત્વની હોય છે અને હું જેમની સાથે કામ કરતો હતો તેમની પાસેથી મને એ નહોતી મળતી અને આજ કારણે હું તેમના થી અલગ થયો.
હું એક સ્ત્રીનું પાત્ર ભજવતો હતો અને જાહેરમાં ક્યારેય હું તૈયાર થઈને જતો, ત્યારે લોકો મારી મજાક મસ્તી લોકો ઉડાવતા પણ હું એ મનમાં નાં લેતો પણ જ્યારે આપણે જેમની સાથે કામ કરીએ એ જ આપણી સાથે એવું કરે તો ત્યાં રહેવું યોગ્ય નથી જેથી હું અલગ થઈ ગયો અને તેના માટે હું તેમને થેન્કયુ પણ કહીશ કારણ કે તેમના દ્વારા મારામાં છુપાયેલ કલા વિશે જાણવા મળ્યું. આજે ખરેખર અંકિત પટેલ પણ પોતાના જીવનમાં ખૂબ જ સફળતા મેળવી લીધી છે અને ભવિષ્યમાં વધુ નામમાં મેળવવાની ઈચ્છા ધરાવે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. આ ઉપરાંત વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.