ખજૂરભાઈએ ઘરે પધારેલ સાળંગપૂર ધામના સંતોનું અતિ ભવ્ય અને ધામધૂમથી કર્યું સ્વાગત, ગુલાબના ફૂલોનો વરસાદ કર્યો, જુઓ વિડીયો….
ગુજરાતમાં લોકપ્રિય કોમેડિયન અને જનસેવક તરીકે ઓળખતા ખજૂરભાઈ દિવસે ને દિવસે સેવાની કામગીરી કરી રહ્યા છે અને અનેક લોકોના દુ:ખો પણ દૂર કરી રહ્યા છે સાથો સાથ પ્રભુ સેવા પણ અચૂકપણ કરે છે. હાલમાં જ તેમના ઘરે સાળંગપૂર ધામના સ્વામી શ્રી હરિપ્રકાશદાસજીએ પધારામણી કરી હતી. આ યાદગાર પળો તેમણે સોસશીયલ મીડિયામાં શેર કરી હતિ તેમજ સ્વામીએ ખજૂરભાઈના ઘરે કરેલ પધારામણીનો વિડીયો શેર કર્યો છે , આ વીડિયોમાં જોઈ શકો છો કે સ્વામીજીનું અતિ ભવ્ય સ્વાગત કરેલ.
ખજૂર ભાઈએ આ તસવીરો શેર કરતા તેમણે લખ્યું કે આજ રોજ પુજ્ય શ્રી હરીપ્રકાશદાસ સ્વામી, શ્રી કોઠારી સ્વામી, અને નવસારી જીલ્લા ના SP વાઘેલા સાહેબ અમારા ઘરે પધાર્યા અને અમારા વ્રુદ્ધાશ્રમ ની ભુમી મા પાવન પગલા પાડ્યા. ખજૂરભાઈએ વર્ષ 2021માં વૃદ્ધો અને ગાયોની સેવા કરવા માટે સુરત જિલ્લાના મહુવા તાલુકાના રાણત ગામે જાનીદાદા ગૌશાળા અને જાનીદાદા વૃદ્ધાશ્રમનું ભૂમિપૂજન કર્યું હતું.
તેમના પિતાજી પ્રતાયરાય અંબાશંકર જાનીની યાદમાં બનાવેલા જાનીદાદા ફાઉન્ડેશનના નેજા હેઠળ આશરે 5 કરોડના ખર્ચે 3 વીઘા જમીન પર ગૌશાળા અને વૃદ્ધાશ્રમ નિર્માણ કરાવમાં આવશે.આ આલીશાન અને અતિ ભવ્ય નિર્માણ પામી રહેલા વૃદ્ધાશ્રમમાં 60 જેટલા રૂમ હશે, જ્યાં 500 જેટલા વૃદ્ધો રહી શકશે. અહીં વૃદ્ધો માટે મંદિર, યજ્ઞ શાળા, વોકિંગ ટ્રેક સહિતની સુવિધા ઉપલબ્ઘ કરાવાશે. તો ગૌશાળામાં 100 જેટલી ગાયો રાખવામાં આવશે.
સ્વામી હરિપ્રકાશદાસજીએ આ સેવાની પાવનકારી ભૂમિમાં પધરામણી કરી. સ્વામીએ ખજૂરભાઈ વિશે કહ્યું કે, માનવતાના પરમસેવક Nitin Jani નીતિનભાઈ જાનીને ત્યાં ગઈકાલે પધરામણી કરવાનું થયું. ભગવાન આવ્યા સંતો આવ્યા નીતિન ભાઈ જાની નો ભાવ અત્યંત સરળ નિખાલસ અને સાથે આધ્યાત્મિક પ્રભાવ એમાં જોવા મળે છે. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના એ પરમ ભક્ત છે અમારા સેવક છે અને સાથે સાથે માનવતાનું જે ઉમદા એ કામ કરી રહ્યા છે એ અકલ્પનીય છે અને સરાહનીય છે.
અત્યાર સુધીમાં અઢીસો ઉપરાંત ગરીબ લોકોના ઘર એમણે બનાવ્યા છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે સતત એમના હૃદયમાં જે ભાવ છે સાધુ પ્રત્યે ભગવાન પ્રત્યે અને માનવજાત પ્રત્યે અખંડ રહે. પોતાના ક્ષેત્રમાં એ ખૂબ જ પ્રગતિ કરે ખુબ આગળ વધે અને લોકોની ચાહના મેળવે અને લોકોના આશીર્વાદ મેળવે. હંમેશા સાધુ સંતોના અને ભગવાનના આશીર્વાદ એમના પર વરસ વરસતા રહે એવી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ સાળંગપુર ધામ ના ચરણોમાં પ્રાર્થના સાથે જય શ્રી સ્વામિનારાયણ.