દરેક ગુજરાતિના લોકચાહિતા એવા ખજુરભાઈ છે હાલ આ દેશના પ્રવાસે ! પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી આ તસવીરો…
નીતિનભાઈ જાની જેને આપણે ખજુરભાઈના નામેથી ઓળખતા થયા છીએ, એવામાં જો તેઓના વિશે વાત કરવામાં આવે તો હાલ અનેક એવા સેવાના કર્યો કરી રહ્યા છે, તમને ખબર જ હશે કે વાવાઝોડાથી અનેક લોકોના ઘરો તબાહ થઇ ગયા હતા હવે એવી વાતને લઈને જ ખજુરભાઈએ નવી પહેલ કરી હતી કે અસરગ્રસ્ત લોકોને નવા ઘર બનાવી આપ્યા હતા, પણ હવે તો ખજુરભાઈ આપણા રાજ્યના ખૂણે ખૂણે જરૂરિયાતમંદ તમામ લોકોની મદદે આવી રહ્યા છે.
જેના વિડીયો તેઓ પોતાની યુટ્યુબ ચેનલમાં અપલોડ કરતા હોય છે, તમે એમની ઓફિશ્યલ ચેનલ દ્વારા વિડીયો જોઈ શકો છો અને ખજુરભાઈ પ્રત્યે પોતાનો સપોર્ટ બતાવી શકો છો કારણ કે તેઓ જે કાર્ય કરી રહયા છે તે ખુબ જ સુંદર તથા માનવતા ભર્યું કામ કરી રહ્યા છે,ખજુરભાઈ સોશિયલ મીડિયા ખુબ એક્ટિવ રહે છે અને રોજબરોજના અનેક વિડીયો તથા તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલર પર શેર કરતા હોય છે.
હાલ તેઓએ પોતાની તસવીરો શેર કરી છે જેને જોયા બાદ લાગી રહ્યું છે કે ખજુરભાઈ હાલ વિદેશના પ્રવાસે હોય તો મિત્રો આ વાત સાચી છે કારણ કે હાલ ખજુરભાઈ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પોહચ્યાં છે, તેઓની સાથે તરુણભાઇ જાની તેમ જ મહેશદાદા પણ ગયા છે, એવામાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નીતિનભાઈએ પોતાની આ ખાસ તસવીરો શેર કરતા તેમના તમામ ચાહકોએ ખુબ વધારે પ્રેમ વરસાવી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે ખજુરભાઈ હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પોહચી ગયા છે, જેની તેઓએ તસવીરો શેર કરી છે.આ તસ્વીરોમાં જોઈ શકાય છે કે તેઓ ઓપેરાહાઉસ સામે બેસીને જ ખુબ જ જોરદાર પોઝ આપી તસવીરો ખેંચાવી હતી,જેના પર દરેક લોકોનું ખુબ સારૂ એવું રિએક્શન રહ્યું હતું.ખજુરભાઈએ ખુબ જ રમુજી તસવીરો શેર કરી હતી જેને લઈને પણ કમેન્ટમાં એક યુઝરે લખ્યું હતું કે “દિલ તો બચ્ચાં હૈ જી”. તમને આ તસવીરો કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો.