Gujarat

દુ:ખીયારાના મસીહા એવા ખજૂરભાઈ તથા તરુણભાઈ એ કરી ભગવાન હનુમાનજીના મંદિરની સાફ સફાઈ!!જુઓ આ ખાસ તસ્વીર..

આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગુજરાતીઓના લોકપ્રિય ખજુર ભાઈ હમેશાં પોતાના વ્યક્તિત્વથી અને કાર્ય થકી હમેશાં સૌનું દિલ જીતી લે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર ખજૂરભાઈનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકોના મકાન બનાવનાર ખજૂરભાઈ એ આ શનિવારે આદસંગી હનુમાનજી મહારાજમાં મંદિરની સાફ સફાઈ કરી છે, આ વિડીયો જોઇને તેમના સૌ ચાહકો વખાણ કરી રહ્યા છે. ખરેખર ખજુર ભાઈનું કાર્ય ખૂબ જ સરહાનીય છે.


તમને જણાવી દઈએ કે, આ મંદિર અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના આદસંગ ગામમાં આવેલું છે. નાની એવી ટેકરી પર આવેલું આ હનુમાનજીનું ચમત્કારી મંદિર છે. સૌથી ખાસ વાત એ છે કે, હનુમાનજી મહારાજ મંદિરનો જીર્ણોધ્ધાર પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ સવંત ર૦૭૯ જેઠ સુદ ૭ ને શનિવાર તા. ૨૭-૦૫-૨૦૨૩ ના રોજ કરવામાં આવેલ છે. આ સત્કાર્ય ખજૂરભાઈએ કર્યું છે.


આ મંદિરના એક તકતી લાગેલ છે, જેમાં લખેલું છે કે આ મંદિરનું જીર્ણોદધાર શ્રી નીતીનભાઈ જાની (ખજુરભાઈ) તથા શ્રી તરૂણભાઈ જાની (લાલાભાઈ) દ્વારા કરવામાં આવેલ છે. ખરેખર લોક સેવાની સાથે ખજૂરભાઈ દેવકાર્ય પણ કરે છે. તેમણે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો એ વાત વખાણવા લાયક છે પરંતુ ખજુર ભાઈ જે રીતે લોકોની મદદ કરે છે, એવી જ રીતે સૌ લોકો જરૂરિયાતમંદ ની મદદ કરે તે ભાવના સાથે મંદીરના ગર્ભગૃહમાં તેમજ મંદીરની બહાર તરફ એક ખૂબ જ સારો સંદેશ લખાવ્યો છે.

મંદિરમાં લાગેલ તકતીમાં વાંચી શકશો કે, અહીંયા હનુમાન દાદાને તમારે રાજી કરવા હોય તો મંદિરમાં એકપણ રૂપિયો મૂકશો નહીં. જો દાદાને રાજી કરવા હોય તો ગામડાના દિન દુઃખિયા ગરીબ વર્ગને મદદ કરો. દાદા તમારી મનોકામનાઓ પૂરી કરશે. આ વાત સો ટકા સાચી છે કારણ કે માનવ સેવા એજ પ્રભુ સેવા છે. ખજૂર ભાઈના વિચારો ને સો સો સલામ

વાયરલ વીડિયોમાં જોઇ શકશો કે ખજૂરભાઈ અને તરુણભાઈ તેમજ તેમની પૂરી ટીમે સાથે મળીને મંદિર અને મંદિરના પરિસરને સાફ કર્યું હતું. ખરેખર ખજૂરભાઈ નું આ કાર્ય એટલું વખાણવા લાયક છે કે તેમના વખાણ માટે આપણને પણ શબ્દો ન જડે.

ખજૂર ભાઈ માત્ર આ મંદિરનું જીર્ણોદ્ધાર જ નથી કરાવ્યું પણ સાથોસાથ તે આ મંદિરની દેખરેખ પણ રાખે છે અને અવારનવાર તેઓ આ મંદિરના દર્શનાર્થે આવે છે, હાલમાં જ લગ્ન બાદ પ્રથમ વાર પોતાના માતા અને પત્ની સાથે હનુમાનજીના આશીર્વાદ લેવા આવ્યા હતા અને હવે તેમણે આ મંદિરમાં સાફ સફાઈ કરી.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!