Viral video

ખજુરભાઈ એ તો દિલ જીતી લીધું! સાવરકુંડલાના માતાજી ખજુર ભાઈને આશીર્વાદ આપવા પહોંચ્યા તો ખજુર ભાઈ એ આપ્યાં આટલા રૂપિયા….જુઓ વિડિયો

જ્યાં જુઓ ત્યાં માત્રને માત્ર ખજુર ભાઈના લગ્નની જ બોલબાલા થઈ રહી છે. જ્યારથી ખજૂર ભાઈના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ત્યારથી અનેક વિડીયો તેમજ ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. હાલમાં જ એક વિડીયો વાયરલ થયો છે, જેણે સૌ કોઈનું દિલ જીતી લીધું છે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, ખજુર ભાઈનું લક્ષ્ય માત્ર ને માત્ર માનવ સેવા છે અને અત્યાર સુધીમાં અનેક લોકોને ઘર બનાવી આપ્યા છે તેમજ સાથોસાથ અનેક જરૂરિયાતમંદ લોકો માટે  આર્થિક રીતે પણ મદદગાર થયા છે. તેઓ વડીલો માટે એક વૃદ્ધા આશ્રમ પણ બનાવી રહ્યા છે.

ખરેખર ખજુર ભાઈનું વ્યક્તિત્વ ખૂબ જ સરળ અને સાદગી ભર્યું છે, ગુજરાતના લોકપ્રિય કલાકાર હોવા છતાં તેઓ સાદગીથી ભરપૂર જીવન જીવીને પોતાનો મોટાભાગનો સમય માનવ સેવામાં અર્પણ કરે છે. હાલમાં લગ્નમાં પણ એક આવી જ ઘટના સામે આવી છે.

વાત જાણે એમ છે કે, જ્યારે સાવરકુંડલા ના રસ્તા પરથી ખજુર ભાઈની જાન નીકળી ત્યારે સાવરકુંડલાના કિન્નર સમાજના સૌ માતાજીનો ખજુર ભાઈને આશીર્વાદ આપવા પહોંચ્યા હતા.  વાયરલ વીડિયોમાં તમે જોઈ શકશો કે માતાજી ખજુર ભાઈને આશીર્વાદ આપે છે.

માતાજી કહે છે કે, ” માતાજી તમને સુખી રાખે,  સુખ, શાંતિ આપે, ધંધામાં ખૂબ આગળ વધો. ” સૌથી ખાસ વાત એ છે કે, ખજુર ભાઈ એ માતાજીઓને રાજી ખુશીથી ૧૫૦૦૦ રૂપિયા આપ્યાં. ખરેખર ખજુર ભાઈનું દિલ દરિયા જેવું છે, કે તેમના કિનારે કોઈપણ આવે તો દરિયાના મોજની જેમ દરેકના દિલને લાગણીથી ભીંજવી નાખે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!