Gujarat

17 વર્ષ દેશની રક્ષા કરી ને જવાનો પરત ફરતા આખુ ગામ દેશ ભક્તિ ના રંગે રંગાઈ ગયું! માહોલ જોવા જેવો

ભારતનો કોઈ એવો વ્યક્તિ નહી હોય કે, જેને સરહદ પર દેશની રક્ષા કરતા જવાનો પ્રત્યે ગર્વ, ગૌરવ, અને સન્માન ન હોય. કારણ કે, જવાનો પોતાના પરિવાર કે પોતાના જીવની ચિંતા કર્યા વગર સરહદ પર વિકટ સ્થિતિઓમાં પણ દેશની રક્ષા કરતા હોય છે. આપણે આજે ભારત દેશમાં કોઈપણ તહેવારો શાંતિથી મનાવી શકીએ છીએ અને દેશમાં શાંતિથી રહી શકીએ છીએ એનો શ્રેય દેશના સીમાડાની રક્ષા કરતા સૈનિકોને જાય છે. કારણ કે, એ લોકો દુશ્મનો સામે કાળ બનીને ઉભા છે એટલે જ દેશમાં આપણે સુરક્ષીત છીએ.

વાત છે સિંહોરના ખરકડી ગામની. આ ગામના કેટલાક જવાનો સૈન્યમાં દેશની રક્ષા કરવા માટે જોડાયા હતા. પોતાની નોકરી દરમિયાન આ લોકો ખુમારી પૂર્વક પોતાની ફરજ બજાવી છે. ત્યારે હવે આજે જ્યારે આ જવાનો રિટાયર થઈને ગામમાં પરત ફર્યા હતા ત્યારે ગામે પોતાના વીરવર પુરૂષોનું ઢોલ-નગારાના તાલે ભવ્ય શોભાયાત્રા યોજીને સામૈયું કર્યું હતું. આ તમામ આદરણીય જવાનો 17 વર્ષ સૈન્યમાં પોતાની સેવા આપીને રીટાયર થયા છે.

ગામના દિકરાઓ કે જે સૈન્યમાં જોડાયા હતા અને જ્યારે તેઓ નિવૃત્ત થઈને વતનમાં આવ્યા ત્યારે આખા ગામમાં હરખનો માહોલ હતો. ગામના દરેક લોકો દ્વારા આ સૈનિકોનું પહેલા તો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને બાદમાં ગીત-સંગીતના તાલે તેમની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગામના આગેવાનો સહિત તમામ લોકો જોડાયા હતા. અને એક વિરવર પુરુષને છાજે તેવી રીતે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં અનેક રાજકીય અગ્રણીઓ પણ જોડાયા હતા. 17-17 વર્ષ સુધી સીમાડાની રક્ષા કર્યા બાદ જ્યારે આ જવાનો રિટાયર થઈને જ્યારે પાછા ફર્યા હોય ત્યારે તેમને છાજે તેવું તેમનું સન્માન કરવું એ ખરેખર આપણી ફરજ બને છે. અને બીલકુલ આવું જ બીરદાવવા લાયક કામ ખીરખડી ગામે કર્યું છે. આનો સૌથી મોટો ફાયદો એ થશે કે, આવનારી નવી પેઢીને પણ આ એક સૈનિક પ્રત્યેનું આટલું માન સન્માન જોઈને આગામી સમયમાં સૈન્યમાં જોડાવવાની અને દેશની સેવા કરવાની પ્રેરણા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!