Entertainment

ખીચડી સીરિયલ મા કામ કરનાર આ ગુજરાતી કલાકાર ને આજે ઓળખવા મુશ્કેલ! મુળ અમદાવાદ ના જે.ડી મજેઠીયા…

ગુજરાતી રંગભૂમિમાંથી એવા ઉમદા કલાકારોએ જન્મ લીધો છે, જેને ગુજરાતની રંગભૂમિનું ગૌરવ વધાર્યું છે. આજે આપણે મૂળ ગુજરાતના એવા કલાકાર વિશે વાત કરીશું, જેઓ હિન્દી સિરિયલનાં નિરદર્શક છે. સાથો સાથ તેમણે હિન્દી સિરિયલો અને હિન્દી ફિલ્મોમાં પણ અભિનયના ઓજસ પાથરેલા છે.આ કલાકાર એટલે જે.ડી મજેઠીયા જેને તમે કદાચ આ નામથી નહીં ઓળખતા હોય પરંતુ તમે ખીચડી સિરિયલનાં હિમાંશુ ને તો ઓળખતા જ હશોને?

લોકપ્રિય ધારાવાહિક ખીચડી સિરિયલ દ્વારા લોકપ્રિય થયેલ હિમાંશુ કોઈ સામન્ય કલાકાર નથી પરંતુ તે એક ઉમદા કલાકાર, નિર્માતા અને નિરદર્શક પણ છે. ચાલો અમે આપને તેમના જીવન વિશે જણાવીએ કે, જે.ડીનો જન્મ કયાં થયેલો હતો અને તેમને પોતાની અભિનયની કારકીર્દીની શરૂઆત કંઈ રીતે કરી હતી તે જણાવીએ.

જમનાદાસ મજેઠિયા ઉર્ફ જે.ડીનો જન્મ 5 ફેબ્રુઆરી 1969માં અમદાવાદ ખાતે ગુજરાતી પરિવારમાં જ થયો હતો.. જેડીએ પોતાની કરિઅર થિએટર આર્ટિસ્ટ તરીકે શરૂ કરી હતી. 20 વર્ષ સુધી તેઓ રંગભૂમિ સાથે જોડાયેલ રહ્યા. અભિનય પહેલા જે.ડી.એ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે પણ કામ કર્યું હતું. જે.ડી.એ ટીવી એક્ટર તરીકે પોતાની કારકીર્દિની શરૂઆત 1991માં ચાણક્ય સીરિયલમાં મલયકેતુની ભૂમિકાથી કરી હતી.

જે બાદ તેઓ કરિશ્મા કા કરિશ્મામાંપણ જોવા મળ્યા. જે.ડી.ને ખરી ઓળખ અને સફળતા મળી ખિચડીથી.ખિચડીમાં જે.ડી. એક્ટર અને પ્રોડ્યુસર એમ બેવડી ભૂમિકામાં હતા. તેમણે આતિશ કાપડિયા સાથે મળીને આ સીરિયલ બનાવી..જે .ડી. અને આતિશ કાપડિયા ખૂબ જ સારા મિત્રો છે. બંનેની જોડી કમાલ કરે છે.ખિચડી પહેલી એવી ધારાવાહિક છે જેના પરથી ફિલ્મ પણ બની છે.

અને હિટ રહી છે.તમને યાદ હશે 2004માં આવેલું અને આજ સુધી કલ્ટ ક્લાસિક ગણાતું ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ.’ આ શો પણ જે.ડી.નો જ છેગુજરાતી પરિવારની આસપાસ જે.ડી.એ બનાવેલી સીરિયલ બા બહૂ ઔર બેબી આજે પણ દર્શકોના દિલમાં વસે છે. હાલ સબ ટીવી પર જે.ડી. ભાખરવડી લઈને આવ્યા છે. જેમાં તેના સારા મિત્રો પરેશ ગણાત્રા અને દેવેન ભોજાણી કામ કરી રહ્યા છે. આ સીરિયલનો કોન્સેપ્ટ લોકોનો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. તેમજ તેમની બીજી ધારાવાહિક વાગલે કી દુનિયા પણ ખૂબ જ લોકપ્રિય સિરિયલ છે.

હવે તમે વિચાર કરશો કે, જે.ડી મજેઠીયા ગુજરાતી હોવા છતાં તેમને ગુજરાતી સિનેમામાં શું પોતાનું યોગદાન નહીં આપ્યું હોય? તમને જણાવીએ કે, તેમણે 20 વર્ષ સુધી ગુજરાતી નાટકોમાં કામ કર્યું અને એ નાટકોની લિસ્ટ બહુ લાંબી છે.તેમને ગુજરાતી ફિલ્મો પણ કરી જેમાં, રંગાઈ જાને રંગમાં અમે મહિયર મારું લાખનું અને સાસરીયું સવા લાખનું બે ફિલ્મો ખૂબ જ યાદબાર છે. તેમના અંગત જીવન વિશે જાણીએ.જમનાદાસના લગ્ન નીપા મજેઠીયા સાથે થયા છે. તેઓને બે પુત્રીઓ છે; કેસર અને મિશ્રી. હાલમાં જે.ડી વૈભવશાળી જીવન વિતાવી રહ્યા છે અને સિરિયલોના નિરદર્શક તરીકે કાર્યરત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!