વિધવા બેનનો સંઘર્ષ જાણીને ખજૂરભાઈની આંખભીની થઈ ગઈ! જાણો એવું તે શું બન્યું જીવનમાં..જુઓ વીડિયો.
દરેક વ્યક્તિનાં જીવનમાં સુખ અને દુઃખ આવે છે, આ પરિસ્થિતિમાં વ્યક્તિ કંઈ રીતે પોતાનું જીવન જીવી જાણે એ મહત્વનું છે. જો જીવનમાં દુઃખ આવે તો પણ ક્યારેય પણ નિરાશ ન થવું અને જીવનને હારી ન જવું જોઈએ. આમ પણ કહેવાય છે ને કે, આ દિવસો પણ જતા રહેશે. જો તમારા જીવનમાં દુઃખ આવ્યું છે, તો એ દુઃખની સામે લડત શીખો. આજે અમે આપને એક એવા જ મહિલા વિશે વાત કરીશું, જેમનું જીવન ખૂબ જ દુઃખદાયી છે છતાં પણ એ જીવનને જીવી રહ્યા છે.
આજના સમયમાં વ્યક્તિઓ જીવનમાં આવેલી મુશ્કેલીઓનો સામનો કરવાનો બદલે પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે. ત્યારે આવા વ્યક્તીઓ એવા લોકો માટે પ્રેરણાદાયી બંને છે.હાલમાં જ ખજૂર ભાઈ જૂનાગઢ જિલ્લાનાં કેશોદ તાલુકામાં આવ્યા હતા નિસહાય વિધવા બહેનની મદદ માટે. આપણે જાણીએ છે કે, ખજૂર ભાઈ એ પોતાનું જીવન હવે લોક કલ્યાણ અર્થે વિતાવી રહ્યા છે. અનેક સેવા કાર્યો પણ તેઓ કરી રહ્યા છે, ત્યારે તેમણે કેશોદ આવીને એક બહેનનાં દુઃખમાં સહભાગી થયેલ.
આ બહેનના જીવનની દુઃખદાયી વાત સાંભળીને તમારી આંખમાં આંસુઓ આવી જશે. કેશોદના રહેવાસી આ બહેન વિધવા છે, જેમનાં પતિનું બીમારીના લીધે 8 વર્ષ પહેલાં જ નિધન થઈ ગયું. આપણે જાણીએ છે કે, આ સમાજમાં વિધવા સ્ત્રીઓએ એકલા જીવન પસાર કરવું એ ખૂબ જ કઠિન છે. બહેનનાં જીવનમાં પણ જ્યાર થી પતિ ગયા છે, ત્યાર થી ઘરનું ગુજરાન ચલાવવું અને સંતાનો નો ઉછેર કરવો શકય નથી.આ બહેનને સંતાનોમાં બે દીકરાઓ અને એક દીકરી છે. હાલમાં બંને દીકરાઓ અનાથ આશ્રમમાં મુકેલ છે, કારણ કે ઘર નું ગુજરાન ચાલી શકે અને તેમનું જીવન સારું બને અને ભણી શકે.
દીકરી તેમની સાથે જ રહે છે અને તે હાલમાં અભ્યાસ કરી રહી છે. આ બહેન જ્યારે ખજૂર ભાઈને જોયા ત્યારે તેમને ભેટી પડ્યા અને તેમના આંખોમાંથી આંસુઓ ની ધાર વહી ગઈ અને એટલું જ બોલ્યા કે મારો ભાઈ આવી ગયો. ખજૂરભાઈ તેમના પોતીકા બનીને તેમના જીવનની દરેક વાતો જાણી, ત્યારે ખબર પડી કે,પતિના પરિવારજનોને જ તેમના પતિને દારૂ પીવડાવી ને મોતને દ્વારે પહોંચાડી દીધા. જ્યારે તેમના પતિને ટીબી ની બીમારી હતી ત્યારે પરિવાર જનો તેમની સારવાર માટે મદદ ન કરી.
ખરેખર હાલમાં તો બહેનનું જીવન ખૂબ જ દુઃખ દાયી બન્યું છે. તેઓ સાડી ભરીને પોતાનું ઘર ચલાવે છે તેમજ કટલેરીઓ વહેંચે છે. આ પહેલા તેમણે હપ્તે ઘરઘંટી લઈને લોટ દડવાનું શરૂ કર્યું હતું, ત્યારે શરૂઆતમાં દરેક મહિલાઓ તેમના ઘરે આવતા પરતું સમાજમાં એવા ઘણા લોકો હોય છે, જે નકારાત્મક વિચારો ધરાવતા હોય છે. આવા વ્યક્તિઓના લીધે તેમનું આ કામ પણ બંધ થઈ ગયું.
આ સિવાય તેઓ કેટર્સરસમાં પણ છોકરીઓને લઈને જતા પરતું સમાજ તેમને ખરાબ નજર રીતે જ જોઈતું અને દરેક કાર્યમાં ખોટું ખોટું બોલીને તેમના જીવનને દુઃખદ બનાવતા.આ બહેનએ એટલું જ કહ્યું કે, તમે અમારું વિધવાઓ નું સન્માન કે કાળજી ન રાખો તો કંઈ નહીં પણ અમારા વિશે ખરાબ તો ન બોલો. ખરેખર આ દુઃખ વાત જાણીને તમારી આંખમાં આંસુઓ આવી જશે.ખજૂર ભાઈ આ બહેનની મદદ કરવા માટે અપીલ કરી છે, આપણે માનવતા થકી કોઈના જીવનને સુખદાયી બનાવીએ.
